Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Exam Fever - પરીક્ષામાં સફળ થવા માટે આ જરૂરી વાતોનુ રાખો ધ્યાન

Exam Fever - પરીક્ષામાં સફળ થવા માટે આ જરૂરી વાતોનુ રાખો ધ્યાન
, સોમવાર, 18 એપ્રિલ 2022 (16:04 IST)
ઘરમાં જ્યારે પણ બાળકોની બોર્ડ પરીક્ષાનો ઉલ્લેખ થાય છે તો બાળકોથી વધુ પેરેંટ્સ પરેશાન થઈ જાય છે. તેમને અનેક પ્રકારની ચિંતાઓ ઘેરી લે છે. કે તૈયારી કેવી રીતે થશે. જો પરીક્ષામાં સારી ગ્રેડ ન મળી તો શુ થશે ?  મનમાં પ્રશ્ન થવો સ્વભાવિક છે. પણ તેનાથી ગભરાઈ જવુ એ સમસ્યાનુ સમાધાન નથી. પેરેંટ્સના આવા વિચારોને કારને બાળકો પણ  ગભરાય જાય છે. પછી તણાવ ભર્યા વાતાવરણમાં તેમને માટે પરીક્ષાની તૈયારી મુશ્કેલ થઈ જાય છે. આવી સમસ્યાથી બચવાનો યોગ્ય ઉપાય એ જ છે કે જેવુ તમારુ બાળક દસમામાં પહોંચે, નવુ એકેડેમિક સેશનના પહેલા દિવસથી જ તેની દિનચર્યા એ રીતે સેટ કરી કે તે સહજ ઢંગથી તણાવમુક્ત થઈને પરીક્ષાની તૈયારીમાં લાગી જાય. 
 
1. મનમાં ન હોવો જોઈએ કોઈ ભય 
સૌથી પહેલા તેના મનમાંથી ડર દૂર કરવાનો પ્રયાસ કરો કે તેને ઓછા માર્ક્સ આવશે તો શું થશે? તમારે તેને સમજાવવું જોઈએ કે તમે સંપૂર્ણ ઈમાનદારી સાથે ફક્ત તમારા અભ્યાસ પર ધ્યાન આપો, માત્ર પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવવા પૂરતું નથી. તમે જે પણ વાંચો છો, તેને યાદ રાખવાની સાથે સાથે તેને સારી રીતે સમજવું પણ ખૂબ જ જરૂરી છે. તેથી માર્કસની ચિંતા કરવાનું છોડી દો અને અભ્યાસ પર ધ્યાન આપો. આમપણ , તમે છેલ્લા ચાર વર્ષમાં જે કંઈ પણ શીખ્યા છો, 10માનો અભ્યાસક્રમ તેનો સારાંશ છે. આવી હકારાત્મક બાબતોથી તેનું મનોબળ વધશે અને તે તણાવ વગર અભ્યાસ કરશે. આ તે સમયગાળો છે જ્યારે વિદ્યાર્થીઓની કારકિર્દીની દિશા નક્કી થાય છે. કેટલાક બાળકો આઠમા-નવમા ધોરણથી જ નક્કી કરે છે કે તેઓ ભવિષ્યમાં કયો વ્યવસાય પસંદ કરવા માગે છે, પરંતુ દરેક માટે તે શક્ય નથી. જો કોઈ સ્ટુડેંટ દસમામાં આવ્યા પછી પણ તમારી ક્ષમતાઓ અને રુચિઓને ઓળખી નથી શકતુ તો બીજા બાળકો સાથે તેની તુલના કરવાને બદલે સ્કુલ કાઉંસલરની મદદ લેવી જોઈએ. 
 
 
2. યોગ્ય સમય વ્યવસ્થા 
જો એકેડેમિક સેશનની શરૂઆતમાં જ દસમાનો વિદ્યાર્થી પોતાનો ટાઈમ ટેબલ તૈયાર કરી લે તો આગળ તેના પર અભ્યાસનો વધુ ભાર નહી આવે. પોતાના બાળકોને શરૂઆતથી જ સેલ્ફ સ્ટડીનુ મહત્વ સમજાવો. શાળાનુ એસાઈનમેંટ પુરૂ કરવા ઉપરાંત રોજ ક્લાસમાં જે પણ તેને ભણાવ્યુ છે તેનુ ઘરે આવીને રીવીઝન સવાલોના જવાબને લેખિત રૂપમાં યાદ કરવાની પ્રેકટિસ શરૂઆતના સમયમાં જ  દસમાનો વિદ્યાર્થી પોતાનુ ટાઈમ ટેબલ તૈયાર કરાવી લે તો તેના પર અભ્યાસનો બોજ નહી પડે.  પોતાના બાળકોને શરૂઆતથી જ અભ્યાસનુ મહત્વ સમજાવો.  શાળાનુ એસાઈમેંટ પુરૂ કરવા ઉપરાંત રોજ ક્લાસમાં જે કંઈ પણ ભણાવ્યુ છે, ઘરે આવીને તેનુ રિવીઝન સવાલોના જવાબને લેખિત રૂપમાં યાદ કરવાની પ્રેકટિસ અઠવાડિયામાં એક દિવસ જૂના પ્રશ્નપત્રોમાંથી એક કે બે સવાલોને ઘડિયાળ જોઈને ચોક્કસ ટાઈમની અદર લખવાની કોશિશને સ્ટડી રૂટીનમાં જરૂર સામેલ કરો. તેનાથી રાઈટિંગની સ્પીડમાં સુધારો થશે અને પરીક્ષા ખંડમાં મોડું થવાને કારણે પ્રશ્નો છોડવાની કોઈ તક રહેશે નહીં. ગણિતના પ્રશ્નોની પ્રેક્ટિસ કરવા માટે એક કલાકનો સમય ફાળવવો જોઈએ. સામાજિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને સાહિત્યના અભ્યાસ દરમિયાન તમારી અનુકૂળતા માટે અલગ-અલગ ટૂંકી નોંધો બનાવીને ત્રણથી ચાર દિવસના અંતરે વાંચવાથી વાંચેલ પાઠ હંમેશા યાદ રહેશે. શાળામાં આંતરિક પરીક્ષા સમયે માત્ર પુનરાવર્તન જ પૂરતું રહેશે.
 
 
3. ઉંઘ પણ છે જરૂરી 
કેટલીક સ્ટુડેંટ દસમી આવ્યા પછી બોર્ડ પરીક્ષાને લઈને તેનાથી ચિંતિત થઈ જાય છે કે અભ્યાસ માટે મોડી રાત સુધી જાગી રહ્યા હોય છે અને સવારે મોડી રાતે સૂએ છે. પોતાના બાળકોમાં આવી ટેવ વિકસિત ન થવા દો.  ઊંઘ ન આવવાને કારણે માથા અને હાથ-પગમાં દુખાવો, ચીડિયાપણું અને યાદશક્તિમાં ઘટાડો જેવી સમસ્યાઓ પરેશાન કરવા લાગે છે. પાચન તંત્ર પર પણ તેની ખરાબ અસર પડે છે. તેના સૂવાના સમય માટે યોગ્ય સમય સેટ કરો અને ખાતરી કરો કે તેને દરરોજ આઠ કલાકની સારી ઊંઘ મળે.
 
4.  વાતાવરણ સહજ રાખો 
આજે શાળામાં શુ ભણાવ્યુ ? બાળક સાથે હલકા ફુલકા વાતાવરણમાં આ વિષય પર નિયમિત રૂપથી વાતચીતની ટેવ પાડો. તેનાથી વાતચીતના બહાને તેને ક્લાસમાં ભણાવેલી  વાતોને દોહરાવવાનો મોકો મળશે. જો તેને કોઈ વાત સમજવામાં પરેશાની આવી રહી તો ત મે તેને મદદ કરો. વાતચીતથી તેના મનમાં એ આત્મવિશ્વાસ જગાવો કે જો કોઈ વાત  સમજવામાં પરેશાની હોય તો ટીચરને બીજીવાર પૂછવામાં શરમ ન અનુભવવી જોઈએ. રોજ વાતચીત  વાર્તાલાપ દરમિયાન આવતી શાળાના શિક્ષણને લગતી કોઈપણ સમસ્યાઓની ડાયરીમાં નોંધ કરો અને વાલી-શિક્ષક મીટિંગ દરમિયાન વર્ગ અને વિષયના શિક્ષકો સાથે વાતચીત દ્વારા ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. દર શનિવારે, બાળક પાસેથી આખા અઠવાડિયા દરમિયાન તેને શાળામાં શું શીખવવામાં આવ્યું અને તેણે કેટલું રિવિઝન કર્યું તે અંગે પૂછપરછ કરવાનું સુનિશ્ચિત કરો. જો તે તેના ધ્યેય પાછળ છે, તો તેને સમજાવો કે નિયમિત અભ્યાસથી તે આ અંતરને શક્ય તેટલી વહેલી તકે દૂર કરી શકે છે. 
 
5. ટ્યુશન રાખવુ પડે તો ખચકાશો નહી 
કઠિન સ્પર્ધાના આ યુગમાં શિક્ષણ પ્રણાલી તરફથી હંમેશા વિદ્યાર્થીઓ પર વધુમાં વધુ માર્કસ મેળવવાનું દબાણ હોય છે. તેથી જો જરૂર હોય તો ટ્યુટરિંગ શિક્ષકની મદદ લેવામાં અચકાશો નહીં. દસમા ધોરણમાં ગયા પછી પહેલા ત્રણ મહિનામાં તમને ખ્યાલ આવશે કે તમારા બાળકને કયા વિષયો સમજવામાં મુશ્કેલી પડી રહી છે. જો આવી કોઈ સમસ્યા હોય, તો વિલંબ કર્યા વિના તેના માટે કોચિંગ અથવા ટ્યુશનની વ્યવસ્થા કરો. કારણ કે મોડું થવાથી તેના પર અભ્યાસનો વધારાનો બોજ વધી જશે. કોચિંગ સેન્ટર કે શિક્ષક વિશે તમારા બાળક પાસેથી ફીડબેક લેતા રહો કે શું તેને ત્યાં કોઈ સમસ્યા તો નથી આવતી? જો ક્યારેય, શાળાની પરીક્ષામાં અપેક્ષિત માર્કસ ન મળવા પર તેને ઠપકો આપવાને બદલે, બાળકને તેની ખામીઓ ઓળખવામાં અને તેને દૂર કરવામાં મદદ કરો.
 
જો તમે આ વાતોનુ ધ્યાન રાખશો તો આવતા વર્ષે તે તણાવમુક્ત થઈને પરીક્ષા આપશે અને ચોક્કસ સફળ થશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Knowledge News: સવારે કોઈ પણ ગીત સાંભળ્યા પછી દિવસભર શા માટે ગુનગુનારો રહે છે માણસ