Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

5 કલાક બંધ રહ્યા પછી ઠીક થયુ Air Indiaનું સર્વર ડાઉન, ઘરેલુ અને વિદેશી ઉડાનો પ્રભાવિત

5 કલાક બંધ રહ્યા પછી ઠીક થયુ Air Indiaનું સર્વર ડાઉન, ઘરેલુ અને વિદેશી ઉડાનો પ્રભાવિત
નવી દિલ્હી. , શનિવાર, 27 એપ્રિલ 2019 (11:07 IST)
સરકારી વિમાન સેવા કંપની એયર ઈંડિયાએ ઉડાન નિયોજીત સુવિદ્યા પ્રદાન કરનારી કંપની SITA નુ સર્વર ડાઉન થવાથી શનિવારે સવારે લગભગ 6 વાગ્યાસ સુધી ઉડાન અવરોધાઈ અને મુસાફરો અને યાત્રી હવાઈ મથકો પર ફસાયેલા રહ્યા. સીતાનુ સર્વર સવારે 3.30 વાગ્યાથી ડાઉન હતુ. ઘણી કોશિશ પછી સવારે નવ વાગ્યા પછી તેને રિસ્ટોર કરવામાં આવી શક્યુ. આ કારને આજે આખો દિવસ એયર ઈંડિયાની ઉડાનોમાં મોડુ થઈ શકે છે. 
 
શું છે SITA 
આ એક મલ્ટીનેશનલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની છે જે એર ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝને આઇટી અને ટેલિકોમ્યુનિકેશન સર્વિસીસ આપે છે. કહેવાય છે કે લગભગ તમામ પેસેન્જર ફ્લાઇટ્સ SITA ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
 
એર ઇન્ડિયા એ માંગી માફી
સર્વર ડાઉન થયા બાદ પેસેન્જર્સને થઇ રહેલી પરેશાનીને જોતા એર ઇન્ડિયા એ નિવેદન રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે SITA સર્વર ડાઉન થવાના લીધે ફલાઇટ્સ પર અસર પડી રહી છે. તેમણે ખેદ વ્યકત કરતા કહ્યું કે તેમની ટેકનિકલી ટીમ તેના પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં જ ઠીક કરી લેવાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Todays Rate of Petrol - એક દિવસ પછી ફરી મોંઘુ થયુ પ્રેટ્રોલ, ડીઝલમાં કોઈ ફેરફાર નહી