Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સુખી અને શાંત જીવન માટે તમારી આ 9 વાતો કોઈ બહારની વ્યક્તિને ન કહેશો

સુખી અને શાંત જીવન માટે તમારી આ 9 વાતો કોઈ બહારની વ્યક્તિને ન કહેશો
, સોમવાર, 20 મે 2019 (02:10 IST)
દૈત્યોના ગુરૂ શુક્રાચાર્ય મહાન જ્ઞાની હોવાની સાથે સાથે નીતિકાર પણ હતા. ભગવાન શિવના શિષ્ટ શુક્રાચાર્યએ બતાવેલ નીતિયો આજે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. શુક્ર નીતિમાં શુક્રાચાર્યએ એવી 9 વાતો બતાવી છે જેને દરેક હાલતમાં ગુપ્ત રાખવી જોઈએ. જો મનુષ્ય પોતાની સાથે જોડાયેલ આ 9 વાતો અન્યને શેયર કરી દે તો તેને માટે નુકશાનદાયક સાબિત થાય છે. 
 
આવો જાણીએ શુ છે આ નવ સીક્રેટ 
आयुर्वित्तं गृहच्छिद्रं मंत्रमैथुनभेषजम्।
दानमानापमानं च नवैतानि सुगोपयेतू।।

જેના મુજબ પહેલી છે 
માન - અનેક લોકો પોતાના માન સન્માનનો દેખાવો કરવાની ટેવ હોય છે. આ ટેવ કોઈપણ મનુષ્ય માટે સારી નથી હોતી. માન સન્માનનો દેખાવો કરવાથી લોકોની નજરમાં તમારા પ્રત્યે નફરતનો ભાવ આવી શકે છે. સાથે આ ટેવને કારણે તમારા પોતાના પણ તમારાથી દૂર થઈ શકે છે. 
 
બીજુ છે અપમાન - મનુષ્યને જો ક્યારેય અપમાનનો સામનો કરવો પડે તો તેને આ વાતને બધાથી છુપાવી રાખવી જોઈએ. આ વાત બીજાને બતાવવાથી તમારે માટે જ નુકશાનદાયક સાબિત થઈ શકે છે. બીજાને જાણ થતા તેઓ પણ તમારુ સન્માન કરવાનુ છોડી દેશે અને તમે હંસીના પાત્ર પણ બની શકો છો. 
 
ત્રીજુ છે  મંત્ર - અનેક લોકો ભગવાનની કૃપા મેળવવા માટે રોજ તેમની પૂજા પાઠ કરે છે. આવામાં તમે જે મત્રોનો જાપ કરો છો એ વાત કોઈને પણ બતાવવા ન જોઈએ. એવુ કહેવાય છે કે જે મનુષ્ય પોતાની પૂજા પાઠ અને મંત્રને ગુપ્ત રાખે છે તેને જ પોતાના પુણ્ય કર્મોનુ ફળ મળે છે. 
 
ચોથુ છે ધન - પૈસાથી જીવનમાં અનેક સુખ વિદ્યાઓ મેળવી શકાય્ક હ્હે. પણ અનેકવર આ પૈસો તમારે માટે પરેશાનીનુ કારણ બની શકે છે. તમારા ધનની માહિતી જેટલી ઓછા લોકોને હોય એટલી જ સારુ માનવામાં આવે છે. નહી તો અનેક લોકો તમારી ધનની લાલચમાં તમારી સાથે જાણી જોઈને ઓળખ વધારીને તમને નુકશાન પહૉચાડી શકે છે. 
 
પાંચમુ છે આયુષ્ય - હંમેશાથી કહેવાય છે કે મનુષ્યને પોતાની વય દરેક સામે ન કહેવી જોઈએ. આયુષ્યને જેટલુ ગુપ્ત રાખવામાં આવે એટલુ જ સારુ માનવામાં આવે છે. તમારી આયુને જાણ થતા તમારા વિરોધી આ વાતનો પ્રયોગ સમય આવતા તમારા વિરુદ્ધ પણ કરી શકે છે. 
 
છઠ્ઠુ છે ઘરના દોષ - ઘરના ઝગડાની વાતો કે પછી પરિવારના પરસ્પર મનમોટાવની વાતો દરેક સામે ન કરવી જોઈએ. તમારા ઘરની નબળાઈઓનો કોઈપણ ફાયદો ઉઠાવી શકે છે.  તેથી સારુ રહેશે કે તમે તમારા પરિવારના ઝગડાને પરિવાર સુધી જ સીમિત રાખો. તેમને સાર્વજનિક કરવામાં પરિવારની પ્રતિષ્ઠા તો ખરાબ થાય જ છે સાથે જ તમારા મનમોટાવ કે વિવાદનો કોઈ બહારને વ્યક્તિ પણ સહેલાઈથી લાભ ઉઠાવી શકે છે. 
 
સાતમુ છે ઔષધ કે વૈદ્ય - ઔષધનો અર્થ છે ડોક્ટર. ચિકિત્સક કે દાક્તર એક એવો વ્યક્તિ હોય છે જે તમારા વિશે અનેક વ્યક્તિગત વાતો પણ જાણે છે. આવામાં તમારા દુશ્મન કે તમારાથી ઈર્ષા કરનારા લોકો ડોક્ટરની મદદથી તમારે માટે પરેશાની કે સમાજમાં શર્મિદગીનુ કારણ બની શકે છે. તેથી સારુ રહેશે કે તમારા દાક્ટરની માહિતી બધા લોકોથી છુપાવી રાખો. 
 
આઠમુ છે કામક્રિયા -  કામ ક્રિયા પતિ અને પત્ની વચ્ચેની અત્યંત ગુપ્ત વાતોમાંથી એક છે. આ વાતને જેટલી ગુપ્ત રાખવામાં આવે એટલુ સારુ રહે છે. પતિ પત્નીની પર્સનલ વાતો કોઈ ત્રીજા મનુષ્યને જાણ થવી એ માટે પરેશાની અને અનેક વાર શરમનુ પણ કારણ બની શકે છે. 
 
અને નવમી વાત છે દાન - દાન એક એવુ પુણ્ય કાર્ય છે જેને ગુપ્ત રાખવાથી જ તેનુ ફળ મળે છે. જે મનુષ્ય બીજાના વખાણ મેળવવા માટે કે લોકો વચ્ચે પોતાની મહાનતા બતાવવા માટે પોતાના કરવામાં આવેલ દાનનો દેખાવો કરે છે તેના કરેલા બધા પુણ્યોનો નાશ થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તમારા આ 9 સીક્રેટ કોઈને ન કહેશો, નહિ તો થશો બરબાદ