Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દુનિયા સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં 14 શહેર ભારતમાં

દુનિયા સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં 14 શહેર ભારતમાં
નવી દિલ્હી. , બુધવાર, 2 મે 2018 (10:05 IST)
ડબલ્યૂએચઓ મતલબ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની તરફથી રજુ આંકડા મુજબ દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરની યાદીમાં ભારતના 14 શહેર સામેલ છે. નવી દિલ્હી, ગ્વાલિયર, વારાણસી અને કાનપુર એ 14 ભારતીય શહેરમાંથી એક છે જે દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરની યાદીમાં સૌથી ઉપર છે. આ આંકડો આ શહેરના ઝેરીલા વાયુ ગુણવત્તાના આધાર પર રજુ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં પીએમ 10 અને 2.5ના સ્તરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
 
વાયુ પ્રદૂષણુ મોટુ સ્ત્રોટ પાર્ટિકુલેટ મૈટર એટલે કે પીએમને માનવામાં આવે છે. જેમા સલ્ફેટ નાઈટ્રેટ અને કાળા કાર્બન જેવા પ્રદૂષક - જેમા ઘરોમાં, ફેક્ટરીઓમાં, ખેતરોમાં અને વાહનવ્યવ્હાર સઉર્જાના અક્ષમ ઉપયોગનો પણ સમાવેશ છે. 
webdunia
અન્ય ભારતીય શહેરો મતલબ ફરીદાબાદ, ગયા, આગરા, પટના, મુઝફ્ફરનગર, શ્રીનગર, ગુડગાવ, જયપુર, પટિયાલા અને જોધપુરમાં પીએમ 2.5 (વાયુ ગુણવત્તાના માનક માપ) પ્રદૂષણના ખૂબ ઉચ્ચ સ્તર પર નોંધાયા.  ભારતના સૌથી વધુ પ્રદૂષિત શહેરમાં ગ્વાલિયરમાં 2012માં પીએમ 10 અને પીએમ 2.5 બંનેના સ્તરનુ ડબલ્યૂએચઓની  ભલામણની તુલનામાં લગભગ 17 ગણુ વધુ હતુ. 
 
આ રિપોર્ટમાં આશ્ચર્યની વાત એ છે કે મોટાભાગના શહેર ઉત્તર ભારતના છે. અ લિસ્ટમાં કાનપુર ટોપ પર છે.  તો બીજી બાજુ દિલ્હી છઠ્ઠા નંબર પર છે.  બીજી બાજુ વારાણસી ત્રીજા અને ગયા, પટના ક્રમશ ચોથા-પાંચમા નંબર પર છે. 
webdunia
ડબલ્યૂએચઓની રિપોર્ટ મુજબ ઘરતી પર 10 લોકોમાંથી નવ લોકો પ્રદૂષિત હવા શ્વાસના રૂપમાં લે છે અને તેનાથી દર વર્ષે 7 મિલિયન લોકોના મોત થાય છે.  જેમા એશિયાઈ અને આફ્રિકી દેશોમાં વધુ મામલા આવે છે. હ્રદય રોગ, સ્ટ્રોક અને ફેફ્સાના કેંસરથી લગભગ એક ચોથા ભાગના મોતનુ કારણ વાયુ પ્રદૂષણ જ હોય છે. 
 
ઉલ્લેખનીય છે કે આ રિપોર્ટ 108 દેશોમાં 4300થી વધુ શહેર અને ગામમાંથી વાયુ ગુણવત્તા ડેટા પ્રદાન કરે છે. જે દુનિયાના સૌથી મોટા ડેટાબેસ કે આઉટડોર વાયુ પ્રદૂષણની રચના કરે છે.  આ 2016ની રિપોર્ટના મુજબના આંકડા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2018 : RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 14 રને હરાવી લાંબા સમય બાદ જીતનો સ્વાદ લીધો