Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Beauty tips- ઘૂંટણનો કાળાશ દૂર થશે, અજમાવો આ 3 ઘરેલૂ ટિપ્સ

Beauty tips-  ઘૂંટણનો કાળાશ દૂર થશે, અજમાવો આ 3 ઘરેલૂ ટિપ્સ
, રવિવાર, 14 મે 2017 (11:19 IST)
ગર્મીના મૌસમમાં છોકરીઓ શાર્ટસ કપડા પહેરવા પસંદ કરે છે. તેથી પગ અને ઘૂટણનો સાફ હોવું બહુ જરૂરી હોય છે. ઘણી મહિલાઓના ઘૂંટણ ખોબ કાળા હોય છે જેનાથી એ શાર્ટ ડ્રેસ પહેરવાથી કતરાવે છે. ઘૂંટણને સાફ કરવા માટે એ ઘણા પ્રાડકટ્સનો ઉપયોગ કરે છે. પણ તેનાથી વધારે અસર નહી પડતું. તેથી ઘર પર જ રસોડાની વસ્તુઓ ઉપયોગ કરીને ઘૂંટણનો કાળાશ દૂર કરી શકાય છે. 
1. ઓટમીલ સ્ક્રબ
ઓટસનો ઉપયોગ કરીને ઘૂંટણને સાફ કરી શકાય છે. તેના માટે 2 મોટી ચમચી ઓટમીન, 2 ચમચી તાજા ક્રીમ અને 1 મોટી ચમચી મધમિક્સ કરી એક પેસ્ટ તૈયાર કરી લો. તેનાથી ઘૂટણ પર સ્ક્રબની રીતે મસાજ કરો. થોડી વાર પછી આ પેસ્ટને ઘૂંટણ પર જ રહેવા દો અને થોડી વાર પછી ઠંડા પાણીથી તેને સાફ કરવું. થોડા દિવસ 
રેગુલર આવું કરવાથી ઘૂટણના કાળાશ દૂર થઈ જશે અને ચમક પણ બની રહેશે. 
 
2. બેકિંગ સોડા અને દૂધ 
થોડા દૂધમાં 2 મોટી ચમચી બેકિંગ સોડા મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને ઘૂંટણ પર લગાવીને હળવા હાથથી ઘસવું અન થોડી વાર પછી સાફ પાણીથી ધોઈ લો. દરરોજ આ લેપને ઘૂંટણ પર લગાવવાથી બહુ જલ્દી તેનું કાળો રંગ ઓછું થઈ જશે. 
 
3. નારિયેળ તેલ અને લીંબૂનો રસ 
1 ચમચી નારિયેળ તેલ અને અડધી ચમચી લીંબૂનો રસ મિક્સ કરી લેપ તૈયાર લરી લો. તેને 15-20 મિનિટ માટે ઘૂંટણ પર લગાવી રાખવાથી આ સાફ થઈ જશે. નારિયેળ તેલ ત્વચાને હાઈટ્રેટ કરે છે તો લીંબૂનો રસથી પ્રાકૃતિક નિખાર આવે છે. આ બન્નેને મિક્સ કરી લગાવાથી ખૂબ ફાયદો હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Mother's Day - 10 ભેટ જે માને આપશે ખુશી