Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બંગાળમાં મમતા, તમિલનાડુંમાં અમ્મા

બંગાળમાં મમતા, તમિલનાડુંમાં અમ્મા
, शुक्रवार, 13 मई 2011 (11:59 IST)
N.D
પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલ, અસમ અને પોંડિચેરીમાં વિધાનસભા ચૂંટણીની મતગણના ગુરૂવારે સવારે આઠ વાગ્યે શરૂ થઈ. પ્રાપ્ત પરિણામો મુજબ બંગાળમાં મમતા બેનર્જીએ વામ મોર્યના સૂપડા સાફ કરી દીધા છે, બીજી બાજુ તમિલનાડુમાં અન્નાદ્રમુક સરકાર બનાવવા તરફ અગ્રેસર છે. જયલલિતા પાંચ વર્ષ પછી રાજ્યની ડોર સંભાળશે.

જેવા પરિણામોમાં તુમકાને આગળ બતાવવામાં આવ્યા બંગાળમાં મમતા સમર્થકોનો જોશ પરવાન ચઢવા માંડ્યો. તુમકા મુખ્યાલય અને મમતાના ઘરની બહાર સેકડો પ્રશંસક એકત્ર થઈ ગયા અને અહીં ઉત્સવનુ વાતાવરણ સર્જાઈ ગયુ.

તમિલનાડુમાં પણ જયલલિતાના સમર્થકોએ ખૂબ ઉત્સવ મનાવ્યો. પાર્ટી મુખ્યાલયમાં સમર્થકોનો જોશ જોવા જેવો હતો. ચેન્નઈ સ્થિત દ્રમુક કાર્યાલયમાં સન્નાટો લાગી રહ્યો છે. તે પાર્ટીની હારથી નિરાશ છે.

શરૂઆતી પરિણામો મુજબ પશ્ચિમ બંગાળમાં તુમકા અને કોંગ્રેસ ગઠબંધનની એકતરફી લહેર છે. પ્રાપ્ત 100 સીટોના પરિણામમાં આ ગઠબંધન 75 પર આગળ છે. કેરલમાં પણ કોંગ્રેસનીત યૂડીએફનુ પલડું ભારે રહ્યુ છે. તમિલનાડુમાં પ્રાપ્ત પહેલી 7 સીટોના પરિણામો મુજબ ડીએમકે 5 પર આગળ છે તો એડીએમકે 3 ની બઢત મેળવી ચૂક્યુ છે.

આ પરિણામોને મળેલ સામાન્ય ચૂંટણી માનવામાં આવી રહ્યા છે. 824 વિધાનસભા સીટો માટે થયેલ ચૂંટણીમાં મતદાતાઓની સંખ્યા 14 કરોડ 16 લાખ હતી.

દેશના લોકોમાં સૌથી વધુ ઉત્સુકતા પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની ચૂંટણી પરિણામ જાણવાને લઈને છે. અહી 35 વર્ષથી રાજ કરી રહેલ વામ મોર્ચની હરીફાઈ મમતા બેનર્જીએ તુમકા અને કોંગ્રેસના ગઠબંધનથી છે. મોટાભાગના એકજિટ પોલ દાવો કરી રહ્યા છે કે ચૂંટણીમાં જીત તુમકા ગઠબંધનની થશે.

2જી સ્પેક્ટ્રમ વહેંચણી ગોટાળામાં દ્રમુક નેતાઓનુ નામ આવ્યા પછી તમિલનાડુના ચૂંટણીમાં પણ લોકોનો રસ વધ્યો છે. કેટલાક એક્ઝિટ પોલ આ રાજ્યમાં દ્રમુકની જીતને નક્કી માની રહ્યા છે. તો કેટલાકનુ કહેવુ છે કે જયલલિતાની અન્નદ્રમુક ચૂંટણી જીતશે અને અમ્મા રાજ્યની ડોર સાચવશે.

Share this Story:

Follow Webdunia gujarati