પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી 48 વર્ષીય નીરવ મોદી દુનિયાની ડાયમંડ કેપિટલ કહેવાતા બેલ્જિયમના એંટવર્પ શહેરના જાણીતા ડાયમંડ બ્રોકર પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
ત્રીજી પેઢીના આ વેપારી ક્યારેય જ્વેલરી ડિઝાઈનર બનવા માંગતા નહોતા. તેમની ઈચ્છા હતી સંગીતમાં નામ કમાવવાની. કારણ કે તેમને લાગતુ હતુ કે તેના દ્વારા લોકોની અંદર બદલાવ લાવી શકાય છે. પણ એક મિત્રના કહેવાથી તેમણે પ્રથમ જ્વેલરી ડિઝાઈન કરી અને તેની ખુશી જોઈને તેમણે આ જ કામને આગળ વધારવાની પ્રેરણા મળી.
એ મિત્રના કહેવા પર તેમણે જે પ્રથમ ઈયરિંગ્સ ડિઝાઈન કરી હતી તેમા જડેલા હીરાની શોધમાં તેઓ અનેક શહેરોમાં ભટક્યા અને તેમની આ શોધ મોસ્કોમાં પુર્ણ થઈ. એ ડાયમંડને જોઈને તેમના મિત્ર ખૂબ જ ખુશ થઈ ગયા. બસ અહીથી જ તેમના ડિઝાઈનર બનવાની સ્ટોરી શરૂ થઈ. આજે તેઓ એકમાત્ર ભારતીય જ્વેલરી બ્રાંડના માલિક છે જે આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચિત છે.
તેમના ડિઝાઈન કરવામાં આવેલા ઘરેણા હોલીવુડની હસ્તિયોથી લઈને દેશી ધનકુબેરોની પત્નીઓના શરીરની શોભા વધારે છે. તેમના દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા ગોલકોંડા 2010માં થયેલ લીલામીમાં 16.29 કરોડમાં વેચાયા હતા. જ્યારે કે 2014માં એક નેકલેસ 50 કરોડ રૂપિયામાં લીલામ થયો હતો.
અમેરિકાના જાણીતા વાર્ટન સ્કુલનો અભ્યાસ વચ્ચે છોડનારા નીરવ મોદીના નામથી તેમની જ્વેલરી બ્રાંડ એટલી ફેમસ છે કે તેમના દમ પર તેઓ ફોર્બ્સની ભારતીય ધનકુબેરોની 2017ની યાદીમાં 84મું સ્થાન ધરાવે છે. તેમની મિલકત 1.73 અરબ ડોલર એટલેકે લગભગ 110 અરબ રૂપિયા છે અને તેમની કંપનીનુ રાજસ્વ 2.3 અરબ ડોલર એટલે કે લગભગ 149 અરબ રૂપિયા છે.