Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આજે આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર થઈ શકે છે મસૂદ અઝહર, અમેરિકાએ આપી ચીનને ચેતાવણી

આજે આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર થઈ શકે છે મસૂદ અઝહર, અમેરિકાએ આપી ચીનને ચેતાવણી
, બુધવાર, 13 માર્ચ 2019 (11:47 IST)
પુલવામા આતંકી હુમલાના ગુનેગાર જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરને ઘેરવા માટે ભારત પુરજોશમાં પ્રયત્ન કરી રહ્યું છે. આજે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિની બેઠકમાં સંયુકત રાષ્ટ્રના બીજા સભ્ય દેશોના સમર્થનથી ભારત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવા માટે દબાણ વધારશે. તેના માટે ભારત એ દસ્તાવેજોનો પણ ઉપયોગ કરી શકે છે, જેમાં અલ કાયદાની શરૂઆત કરનાર ઓસામા બિન લાદેનનું અઝહર પર પ્રતિબંધ લગાવા માટે દબાણ વધારશે.  ભારતના આ અભિયાનમાં અમેરિકા પણ સાથે છે, 
 
અમેરિકા તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત-અમેરિકા સાથે કામ કરી રહ્યું છે, જૈશ-એ-મોહમ્મદ આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન છે અને મસૂદ તેનો પ્રમુખ છે એવામાં તેને પણ ગ્લોબલ આતંકી જાહેર કરવો જોઈએ. મસૂદ અઝહર ભારતીય ઉપમહાદ્વીપમાં શાંતિ માટે જોખમી છે. સંયુકત રાષ્ટ્રમાં 2011મા એક દસ્તાવેજ જમા કરાવ્યા હતા. જેમાં અઝહરના ઓસામાની સાથે સંબંધોની માહિતી હતી. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 2001મા જૈશને ઓસામા બિન લાદેન, તેના આતંકવાદી સંગઠન અલ કાયદા અને અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે જોડાયેલા ગણાવ્યા હતા. સુરક્ષા પરિષદના દસ્તાવેજો પરથી એ ખબર પડી છેકે તેઓ અઝહરને જૈશના સંસ્થાપક માને છે. તેમ છતાંય છેલ્લાં કેટલાંય વર્ષોથી અઝહર પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ મૂકવામાં સુરક્ષા પરિષદ નિષ્ફળ રહ્યું છે. 
 
જાન્યુઆરી 2016મા પંજાબના પઠાનકોટમાં ભારતીય વાયુ સેનાના બેઝ પર જૈશના હુમલા બાદ ભારતે સંયુકત રાષ્ટ્રની તરફથી અઝહર પર પ્રતિબંધ મૂકવાને લઇ પોતાની કોશિષો તેજ કરી દીધી હતી. તેમાં ભારતને અમેરિકા, બ્રિટન, અને ફ્રાન્સનું પણ સમર્થન મળ્યું હતું, પરંતુ ચીને તેનો વિરોધ કર્યો હતો. મસૂદ અઝહરના મામલે ભારત કડક વલણ અપનાવી રહ્યું છે, આ જ કારણ છે કે આવા સમયે અમેરિકાની સાથે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિમાં તેને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાયબ મુખ્યપ્રધાન હાર્દિક પર ભારોભાર વરસ્યા, કહ્યું હાર્દિકે સમાજ સાથે દગો કર્યો