Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાજકોટનો ભાતીગળ લોકમેળો ‘ગોરસ'', આ વર્ષથી પ્લાસ્ટિક મુક્ત

રાજકોટનો ભાતીગળ લોકમેળો ‘ગોરસ'', આ વર્ષથી પ્લાસ્ટિક મુક્ત
, શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (14:24 IST)
રાજકોટના લોકમેળાને દર વર્ષે ખાસ નામ આપવામા આવે છે. આ વખતે પણ નામની પસંદગી માટે સુચન મગાવવામા આવ્યા હતા. ૭૦૦થી વધુ નામ આવ્યા હતા. તેમાથી શ્રેષ્ઠ નામ ‘ગોરસ' એટલે માખણ રાખવામા આવ્યું છે. શ્રેષ્ઠ નામ સુચવનારને પુરસ્કાર આપવામા આવશે. આ વર્ષથી મેળવામાં સ્ટોલ ધારકો માટે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવશે જેથી સંપૂર્ણ પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત મેળો રહેશે.
 લોકમેળા આડે બરોબર એક મહિનો બાકી છે. કલેકટરના અધ્યક્ષ સ્થાને બનેલી લોકમેળા સમિતિ દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરમિયાન માજી સૈનિકોના પરિવાર પ્રત્યેની સંવેદના રાજકોટવાસીઓ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે વ્યક્ત કરી શકે તે માટે વેલફેર ફંડ કાઉન્ટર રાખવામા આવનાર છે. આ ઉપરાંત સૌપ્રથમ એક નવુ આકર્ષણ એ જોવા મળશે કે, મેળામાં એક સિગ્નેચર વોલ રાખવામા આવશે. મુલાકાતીઓ આ વોલ પર સિગ્નેચર કરી શકશે.
 દરમિયાન દર વર્ષે મેળાને અપાતા ખાસ શિર્ષકમાં આ વખતે ગોરસ નામ પસંદ કરાયુ છે. લોકો પાસેથી નામ મગાવવામા આવ્યા હતા. સમગ્ર રાજ્યમાંથી 3૬૦ એન્ટ્રી આવી હતી. અને કુલ ૭૦૦થી વધુ નામ સુચવાયા હતા. તેમાથી રાજકોટના મહેશ્વરીબા જાડેજાએ સુચવેલુ ગોરસ(માખણ) નામ પસંદ કરાયુ હતુ. લોકમેળામાં એકપણ પ્રકારના પ્લાસ્ટિકનો વપરાશ સ્ટોલ ધારકો નહીં કરી શકે. મનપાએ ફરમાવેલા પ્લાસ્ટિક ઉપરના પ્રતિબંધનો કડક અમલ કરાવવામા આવશે. તેના માટે મનપા સાથે સંકલન કરીને ચેકીંગ માટે અલગથી સ્ક્વોર્ડ રાખવામા આવશે. ખાણીપીણી, રમકડાં માટેની અલગ અલગ કેટેગરીના સ્ટોલ, ઇ-યાંત્રિક, ચકરડી, આઇસ્ક્રીમ સહિતના સ્ટોલ માટે કુલ 3૪૭ પ્લોટ માટે અરજીફોર્મ મગાવવામા આવ્યા છે. જે ફોર્મ ભરાઇને આવ્યા છે તેની ૮મીએ હરાજી રાખવામા આવી છે.
 

 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રી વેકેશન જાહેર કરાતા સ્કૂલોમાં હવે બીજુ શૈક્ષિણક સત્ર 26 નવે.ને બદલે 19 નવે.થી શરૂ થશે