Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ઉમેદવારી પરત ખેંચનાર ભાજપના ઉમેદવારે ઝેર ગટગટાવ્યું, પિતાએ કહ્યું ચૂંટણીનું ટેન્શન હતું

ઉમેદવારી પરત ખેંચનાર ભાજપના ઉમેદવારે ઝેર ગટગટાવ્યું, પિતાએ કહ્યું ચૂંટણીનું ટેન્શન હતું
, ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (12:46 IST)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. કેટલાક પક્ષોના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા સામેના ઉમેદવારો બિનહરિફ બન્યા છે. ત્યારે રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટમાં તાલુકા પંચાયતના ફોર્મ પાછું ખેંચનાર ભાજપના ઉમેદવાર ચિરાગ દેસાઈએ ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું છે. તેમણે એક દિવસ પહેલા પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું, જેથી કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ચિરાગ દેસાઈએ કયા કારણોસર ઝેરી દવા પીધી છે તે અંગે જાણી શકાયું નથી.

મળતી માહિતી અનુસાર, રાજકોટના ધોરાજીની ઝાંઝમેરની તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર ડો.ચિરાગ દેસાઈએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. તેમણે પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું. જેથી ઝાંઝમેર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા બિન હરીફ વિજેતા જાહેર થયા છે. આમ, કોંગ્રેસની પ્રથમ બેઠક બિનહરીફ વિજેતા બની છે. ત્યારે ઉમેદવારી પરત ખેંચવાના બીજા જ દિવસે ડો. ચિરાગ ઝવેરીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

ઝેરી દવા પીધા બાદ ડો. ચિરાગ દેસાઈને હાલ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ચિરાગ દેસાઈના પિતાએ કહ્યું કે, તેમનો પુત્ર ચિરાગ ચૂંટણીને લઈને ટેન્શનમાં હતો. જેથી તેમણે ઝેરી દવા પીધી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોટેરા સ્ટેડિયમમાં સામાન્ય માણસે ટિકીટના 3 હજાર ચૂકવવા પડશે, સામાન્ય લોકોએ 1 કિમી. દૂર વાહન પાર્ક કરી ચાલતા જવું પડશે, VIP માટે સ્ટેડિયમમાં 1000 કારનું પાર્કિંગ