અમેરિકાએ આજે કહ્યું કે ઓબામા પ્રશાંસનમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. વિદેશ મંત્રાલયના કાર્યકારી ઉપ પ્રવક્તા ગાર્ડન ડુગુડે આજે કહ્યું કે, મને લાગે છે કે, અમેરિકા અને ભારતના સંબંધો આગળ વધી રહ્યા છે અને સમય જતા આ સંબંધો વધુ મજબૂત બને તેમ છે.
તેમણે એમ પણ કહ્યું કે, આ માટે એ વાતનું કંઇ મહત્વ નથઈ કે અમેરિકાના આગામી રાજદૂત કોણ હશે. પરંતુ અમેરિકા અને ભારતના કેટલાય હિતો એકબીજા સાથે જોડાયેલા છે.