ઓવલ, ઇંગ્લેન્ડ (વેબદુનિયા) ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચનાં ત્રીજા અને અંતિમ ટેસ્ટ મેચ ડ્રો થયો છે. ઇંગ્લેન્ડનાં બેટ્સમેનોએ મેચને બચાવ્યો પરંતુ શ્રેણી બચાવવામાં નિશ્ફળ રહ્યાં હતાં.
500 રનનાં ટાર્ગેટનો પીછો કરતા ઇંગ્લેન્ડે છ વિકેટ ગુમાવીને 369 રન બનાવ્યા હતાં. ભારતનાં બોલરો ઇંગ્લેન્ડને ઓલ આઉટ કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં. જેનાં કારણે મેચ ડ્રો થયો હતો.
પીટરસને ભારતની જીત આડે અડીખમ ઉભા રહીને 18 ચોક્કા દ્વારા 101 રન બનાવ્યા હતાં. ભારત તરફથી શ્રીસંતે ત્રણ વિકેટ મેળવી હતી જ્યારે કુંબલે એ બે અને આર.પી.સિંહને એક વિકેટ મળી હતી.
અનિલ કુંબલેને મેન ઓફ ધી મેચનો એવોર્ડ મળ્યો હતો. જાહિર ખાન અને એંડરસનને મેન ઓફ ધી સીરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યા હતાં.
ભારતે 21 વર્ષનાં લાંબા સમય બાદ ઇંગ્લેન્ડની ધરતી પર 1-0 થી શ્રેણી વિજય મેળવ્યો હતો. ભારતે શ્રેણીનાં બીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું.