Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાત એનઆરઇ કોકને નુકશાન

ગુજરાત એનઆરઇ કોકને નુકશાન

વાર્તા

નવી દિલ્હી , रविवार, 28 जून 2009 (13:04 IST)
દેશની સૌથી મોટી મેટાલ્લુર્જિકલ કોક ઉત્પાદક કંપની ગુજરાત એનઆરઇ કોક લિમિટેડને છેલ્લા વર્ષના અંતિમ ક્વાર્ટર ગાળામાં 103.18 કરોડ રૂપિયાનું ચોખ્ખું નુકશાન થયું છે. જ્યારે કંપનીને વર્ષ 2007-08ના આ ગાળા દરમિયાન 64.20 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો.

કંપનીના જાહેરાત અનુસાર ગત વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં કંપનીને 216.37 કરોડ રૂપિયાની આવક થઇ હતી. આ અગાઉ આ રકમ 399.36 કરોડ રૂપિયા હતી જે 45.82 ટકા ઓછી છે.

કંપનીની ઓસ્ટ્રેલિયામાં રસોઇ કોલસાની ખાણો છે. કંપનીને 2008-09માં 107.3 કરોડ રૂપિયાનો શુધ્ધ નફો થયો છે જ્યારે 2007-08માં કંપનીને 172.88 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો.

કંપનીની 2007-08ની કુલ આવક 918.89 કરોડ રૂપિયા હતી જ્યારે 2008-09માં કંપનીની આવક 1536.51 કરોડ રૂપિયા હતી. કંપનીનો 2008-09નો ચોખ્ખો નફો 87.30 કરોડ રૂપિયા હતો જ્યારે 2007-08માં આ નફો 169.25 કરોડ રૂપિયા હતો.

Share this Story:

Follow Webdunia gujarati