થામસ બર્ડીચ અને રાડિક સ્તીપાનેકના શાનદાર પ્રદર્શનને લીધે ચેક ગણરાજ્યે આજે ડેવિસ કપ ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટીના ઉપર 2-1થી સરસાઇ મેળવી છે.
અહીં રમાયેલા એક મુકાબલામાં આર્જેન્ટીના અને ચેક ગણરાજ્ય 1-1થી બરાબરી ઉપર હતા. ત્યારબાદ ચેક ગણરાજ્યના યુગલ વિશેષજ્ઞ ખેલાડી લુકાસ ડલોહીની જગ્યાએ મુકાબલામાં બર્ડીચને ટીમમાં સમાવાયો હતો.
બર્ડીચ અને સ્તીપાનેકે પોતાની હરીફ જોડી જોસ અકાલૂલો અને લિયોનાર્દો મેયરને 6-1, 6-4, 6-3થી હરાવ્યા હતા. હવે ચેક ગણ રાજ્યને આ મુકાબલો જીતવા માટે રવિવારની બે રિવર્સ સિંગલ સ્પર્ધા પૈકી એક જીતવાની જરૂર છે.