ગૌરવ દલાલે ચેમ્પિયનશિપના અગ્ર અશ્વિન સુંદરની ગેરહાજરીનો પૂરતો ફાયદો ઉઠાવતા જેકે ટાયર રાષ્ટ્રીય રેસિંગ ચેમ્પિયનશિપના ચોથા રાઉન્ડના પ્રથમ દિવસે ફોર્મૂલા રોલાન વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સૌને ચોંકાવી દીધા છે.
ચેન્નઈની નજીક સ્થિત મદ્રાસ મોટર સ્પોર્ટ્સ રેસિંગ ટ્રેક પર શરૂ થયેલા ચોથા રાઉન્ડનો પ્રથમ દિવસ ગૌરવના નામે રહ્યો. તેણે ફોર્મૂલા રોલાનની પ્રથમ રેસમાં સારી શરૂઆતનો લાભ ઉઠાવ્યો અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યાં.
હહીકતમાં છેલ્લા ત્રણ રાઉન્ડની સમાપ્તિ બાદ ટોપ પર ચાલી રહેલા અશ્વિન હાલના સમયે જર્મનીના વોક્સ વૈગન પોલો કપ રેસમાં વ્યસ્ત હોવાના કારણે ચોથા રાઉન્ડમાં હાજરી ન આપી શક્યાં અને ગૌરવે આ સોનેરી પ્રસંગને હાથમાંથી નિકળવા ન દીધો. આ રેસમાં કાર્તિક શંકર બીજા અને શરણ વિક્રમ ત્રીજા સ્થાન પર રહ્યાં.