Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Health tips gujarati- આદુંના રસમાં મધ મિક્સ કરી ચાટવાથી ગળું ઠીક થઈ જાય છે

Health tips gujarati-  આદુંના રસમાં મધ મિક્સ કરી ચાટવાથી ગળું ઠીક થઈ જાય છે
, રવિવાર, 14 નવેમ્બર 2021 (07:00 IST)
* ગળામાં ખરાશ થતાં આદુંના રસમાં મધ મિક્સ કરી ચાટવાથી ગળું ઠીક થઈ જાય છે.
  

ગરમ પાણી - ગળાની સમસ્યા થાય તો ડોક્ટર પર ગરમ પાણી અને મીઠાંના કોગળા કરવાની સલાહ આપે છે. તે ગળામાં ઈન્ફેક્શન, સોજો અને ખારાશને પણ દૂર કરે છે. જેનાથી ગળામાં દુખાવો પણ દૂર થાય છે. 
 
લીંબુ પાણી - 1  ગ્લાસ નવશેકા પાણીમાં 1 લીંબુનો રસ અને ચપટી મીઠું અને તમને જરૂર લાગે તો થોડી ખાંડ નાખીને પીવો. તેનાથી ગળાને ખારાશથી આરામ મળશે. 
 
આદુ - પેટથી લઈને વાળ અને અન્ય રોગોમાં પણ બહુ જ ગુણકારી છે આદુ. આદુમાં રહેલું જિન્જેરોલ અને અન્ય તત્વો શિયાળામાં બહુ જ ફાયદો કરે છે. તેની તાસીર ગરમ હોય છે અને તેના એન્ટીબેક્ટેરિયલ તત્વ ગળામાં સોજાની સમસ્ય દૂર કરે છે. જેથી આદુનું સેવન કરો. તમે આદુની ચા બનાવીને પણ પી શકો છો. - 
જેઠીમધ ખાઓ
 
જેઠીમધ -   શિયાળામાં થતી સમસ્યાઓ માટે રામબાણનું કામ કરે છે. સાથે જ તેના ઔષધીય ગુણ ઘણી સમસ્યાઓમાં લાભકારક છે. સિઝનલ ચેન્જિસમાં ગળામાં ઈન્ફેક્શન અને દુખાવો થાય તો જેઠીમધનું ચૂર્ણ મોંમાં રાખી ચૂસવાથી તરત આરામ મળે છે.
 
લસણ ચાવીને ખાઓ - લસણ એક ઉત્તમ ઔષધી છે. તેમાં એલિસિન નામનું તત્વ હોય છે. જે ગળામાં ઈન્ફેક્શન પેદા કરતાં બેક્ટેરિયાને ખતમ કરી દે છે. જેથી રોજ સવારે અથવા જ્યારે ગળાની સમસ્યા બહુ વધી જાય ત્યારે 1 કળી લસણની ચાવીને ખાઈ લો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લવ ટિપ્સ - પાર્ટનર સાથે સંબંધ બનાવવો એ બોડી માટે જરૂરી