Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદમાં અકસ્માતની બે ઘટનાઓમાં ત્રણ લોકોના મોત, શાહપુરમાં AMTS બસે વૃદ્ધને કચડ્યા

અમદાવાદમાં અકસ્માતની બે ઘટનાઓમાં ત્રણ લોકોના મોત, શાહપુરમાં AMTS બસે વૃદ્ધને કચડ્યા
, મંગળવાર, 4 જુલાઈ 2023 (18:30 IST)
ઓઢવ રિંગરોડ પર વયોવૃદ્ધ પુરુષ અને વૃધ્ધાને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા
 
અમદાવાદઃ શહેરમાં બેફામ પણે વાહનો ચલાવતાં લોકોને કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. શહેરમાં ફરીવાર AMTS બસની અડફેટે એક વ્યક્તિનું મોત થયું હોવાની ઘટના બની છે. બીજી તરફ ઓઢવ રીંગરોડ પર હિટ એન્ડ રનના બનાવમાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હોવાની ઘટના પણ સામે આવી છે. એક જ દિવસમાં શહેરમાં અકસ્માતના બે બનાવોમાં ત્રણ લોકો મોતને ભેટ્યાં છે. પોલીસે બસ ચાલકને શોધવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તે ઉપરાંત બે લોકોને કચડી નાંખનાર ટ્રક ડ્રાઈવરને શોધવા પણ ચક્રો ગતિમાન કર્યાં છે. 
 
શહેરમાં બે અકસ્માતમાં ત્રણ લોકોના મોત
પ્રાપ્ત વિગતો પરમાણે ઓઢવ રિંગરોડ પર પામ હોટેલ સામે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કલોલ મોટી ભોયણ અને હાજીપુરના વયોવૃદ્ધ પુરુષ અને વૃધ્ધાને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.મોટી ભોયણના દલાજી ઠાકોર અને હાજીપુરના મગુંબેનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થઈ ગયો હતો. બીજી તરફ અમદાવાદના શાહપુર વિસ્તારમાં આજે સવારે એક વૃદ્ધ સાયકલ પર મેટ્રોના બેરીકેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે પૂર ઝડપે એએમટીએસ બસ ત્યાંથી આવી હતી. બસની અડફેટે આવતા 74 વર્ષીય વૃદ્ધ ગુલામ હુસેન અબ્દુલ હુસેન મોમીન નીચે ફટકાયા હતા અને તેમના પરથી બસનું ટાયર ફરી વળ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળ જ મોત નિપજ્યું છે. 
 
પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી
આ બનાવ બાદ બસનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોને ખબર પડતા તેઓ ત્યાં પહોંચી ગયા હતા. બીજી તરફ આ સંદર્ભે મૃતકના પરિવારજનો પણ પોલીસને જાણ કરી હતી. આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરોપી પકડાય ત્યાં સુધી સત્ય શોધવા માટે પોલીસ સીસીટીવી અને અન્ય પુરાવા એકત્ર કરવાની કામગીરી કરી રહી હોવાનો દાવો કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Polo Forest- ગુજરાતનુ મીની કાશમીર