Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બાળપણના એક બાપુજી હતા......

હરિવંશરાય બચ્ચન જન્મતિથિ વિશેષ

બાળપણના એક બાપુજી હતા......
N.D
અમિતાભ બચ્ચનના જીવનનું 65મું વર્ષ તેમના પિતા ડૉ. હરિવંશરાય બચ્ચનના જન્મનું શતકીય વર્ષ છે. અમિતાભ પોતે યુવા પુત્ર-પુત્રીના પિતા છે. અને બે પ્રેમાળ બાળકોના નાનાજી છે. એકદમ વ્યસ્ત જીંદગી છે આવામાં અડધી સદીથી પણ જુની વાત કરવાનુ તેઓ પસંદ કરશે કે નહી, એવો સંકોચ જરૂર મનમાં થયો. પણ એક દિવસે મે કહી જ દીધુ કે અમિત થોડો સમય હોય તો આપણે બાપુજીની વાતો કરીએ. મેં જેવી આશા રાખી હતી તે મુજબ તેમણે હા પણ પાડી. એવું લાગ્યુ કે જાણે સમય રોકાઈ ગયો. અમિતજીએ જેમ જેમ ભૂતકાળની ગલીઓમાં જવાનું શરૂ કર્યુ તેમ તેમ તે તેમાં વધુને વધુ ઉંડા ઉતરતા ગયા.

અમિતાભનું કહેવુ છે કે હુ આને મારુ સૌભાગ્ય માનુ છુ કે મારો જન્મ માઁ અને બાપુજી જેવા માતા-પિતાના ઘરે થયો. સારા સંસ્કાર આપવાનુ શ્રેય તેમને જ જાય છે. તે બંને પોતે જુદા જુદા કુંટુબમાં જન્મ્યા હતા. મા ખૂબ શ્રીમંત અમીર સીખ કુંટુંબની દીકરી હતી, જ્યારે બાપુજી એક લોઅર મિડલ ક્લાસ ગરીબ કાયસ્થ ઘરમાં જન્મ્યા હતા. માઁ એક એકદમ આધુનિક શહેર લાહોરના વાતાવરણમાં ઉછરી હતી અને બાપુજી એક એતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક અને સાહિત્યિક નગર ઈલાહાબાદમાં જીવ્યા. બંનેના પારિવારિક મૂલ્યો ઘણા ઉંચા, પવિત્ર અને વિશિષ્ટ હતા. પણ બંને હતા બે ધ્રુવો પર . એક એકદમ પશ્ચિમી અને બીજો ઠેઠ પૂરબવાસી. એકનું ભણતર અંગ્રેજી માધ્યમમાં અને બીજાની શિક્ષા હિન્દી અને ફાસસીમાં. બંનેની વચ્ચે એક વસ્તુ જરૂર હતી જે એક જેવી હતી અને તે હતી - ધાર્મિક આસ્થા. તેથી આ બંનેના મિશ્રણથી હું જે બન્યો તેના બાળપણથી જ એક કાનમાં રામચરિત માનસ ગૂંજી અને બીજા કાનમાં ગુરૂવાણી.

અમે બંને ભાઈઓ આ બે વિચારધારાઓના સુંદર મેળાપમાં ઉછર્યા હતા. ફક્ત વિચારો જ નહી મા-બાપુજી અમારી માટે એકબીજાના પૂરક પણ હતા. એક વાત યાદ આવી રહી છે. - જ્યારે અમે 17 ક્લાઈવ રોડ ઈલાહાબાદમાં રહેતા હતા. તે ઘર પાસે રાણી બેતિયાની એક મોટી હવેલી હતી. ચારે બાજુ ઊંચી-ઊચી દિવાલ હતી. કોઈ પણ અંદર જઈ શકતુ નહોતુ. ખૂબ જ રહસ્યમય લાગતી હતી તે હવેલી. મને અંદર જવાની ઘણી ઉત્સુકતા હતી. એક દિવસ ત્યાના ચોકીદારે કહ્યુ કે ચાર આના આપો તો હું અંદર જવા દઈશ. માઁ ના ડ્રેસિગ ટેબલ પર એક ડબ્બો રહેતો હતો. તેમા કેટલીક બંગડીઓ, ક્લિપ વગેરે રહેતી. કદી કદી તેમણે મેં અંદર પૈસા પણ મૂકતા જોયા હતા તેથી એક દિવસ મેં ચૂપચાપ જઈને ચાર આના ચોરી લીધા અને પેલા ચોકીદારને આપી દીધા. એ દૃષ્ટે પૈસા હજમ કરી લીધા અને અંદર જવા પણ નહી દીધા. તેનું ફ્રસ્ટ્રેશન તો થયુ ઉપરથી માઁ નો માર પણ પડ્યો. માઁ તો મારીને પોતાના કામમાં લાગી ગઈ. પણ બાપુજીને કદાચ લાગ્યુ કે બાળકને આ રીતે મારવો નહી જોઈએ. તેથી તેમને માઁ ને તો કશું નહી કહ્યુ પણ મને એકલાને બોલાવીને સમજાવ્યો કે ચોરી નહી કરવી જોઈએ. તને જ્યારે જે વસ્તુની જરૂર હોય તે અમને પૂછીને લેવી જોઈએ. અમારી પાસેથી માંગવી જોઈએ. અમે તે આપી શકીશું તો જરૂર આપીશુ. અને જો શક્ય નહી હોય તો સમજી લેજે કે અમારા હાથની વાત નથી. અને તે પણ થોડી સબર કરવી જોઈએ. તેમની આવી વાતો બાળમન પર સ્થાયી પ્રભાવ છોડી જતી હતી. અને મનમાં દુ:ખ પણ નહોતુ થતુ.

પછી તો અમિતાભને આ પ્રકારની દરેક વાતો યાદ આવવા માંડી. મેં જ્યારે તેમને યાદ દેવડાવ્યુ કે બાળપણની દરેક નાની-મોટી વાતનું ધ્યાન રાખતા જ હતા. પણ જ્યારે તે થોડા બીમાર અને અશક્ત થઈ ગયા ત્યારે પણ તેમની તાકતનો સ્તોત્ર હતા. દરેક પરેશાની વખતે તે ભલે તમારી જોડે વાત ન કરે પણ તેમનું તમારી પાસે ચૂપચાપ બેસવું જ તમારામાં શક્તિનો સંચાર કરતુ હતુ.

મે તેમને પૂછ્યુ કે તમારી શિક્ષા-દીક્ષા કોંવેંટમાં થઈ, પણ કદાચ બચ્ચનજી આના પક્ષમાં નહોતા ? ત્યારે તેમણે કહ્યુ - હા, બાપુજીની આત્મકથા વાંચતા મને ખબર પડી કે માઁ અને તેમની વચ્ચે આ વાતને લઈને વિવાદ થતો હતો. હું સમજુ છુ કે સારુ જ હતુ. જે થયુ તે સારુ થયુ. છેલ્લે અમે પણ પૂરબ અને પશ્ચિમનું બરાબર મિશ્રણ મેળવી જ લીધુ ને. બાપુજીને માતૃભાષા પ્રત્યે અતૂટ પ્રેમ હતો અને પોતાની પરિસ્થિતિઓથી સંતુષ્ટ અને કદાચ મર્યાદિત. માઁ ના વિચારો થોડા વધુ વિસ્તારીત હતા. તેમણે કદાચ આવનારા કાલની થોડો ભણકારો થઈ રહ્યો હતો. આજના ગ્લોબલ વિસ્તારને જોતા એવું લાગે છે કે માતાજીએ તે સમયે જે નિર્ણય લીધો તે સાચો હતો. વિકસિત દેશોમાંથી જે આઉટ સોર્સિગ થઈ રહી છે તે ભારતીયોને વધુ મળે છે. કારણકે આપણે હિન્દીભાષી તો છીએ જ, અને ઉપરથી અંગ્રેજીનું પણ સારું જ્ઞાન છે. ચીન અમારા કરતા વધુ વિકસીત દેશ છે પણ તેમને આટલા નથી મળતા કારણકે ત્યાં ભાષાની સમસ્યા છે.

મેં કહ્યુ - સારુ થયુ કે બચ્ચનજી માની ગયા. કારણકે માની પણ એટલા માટે ગયા કે તે કહેવાતી ભારતીયતાના લકીરના ફકીરની જેમ હિમાયતી નહોતા. તેમણે તમામ ભારતીય કુરીવાજોનો વિરોધ પણ કર્યો હતો.

અમિત બોલ્યા - બાપુજીના મનમાં એક ખાસ પ્રકારનો આક્રોશ હતો. રીતિ-રિવાજ, જાતિ-પ્રાઁતિ આ બધાથી તે ઉપર આખી દુનિયાને તે એવા રસ્તે ચાલવા મજબૂર કરે એવું નહોતા વિચારતા. તેમની વિચારધારા ખૂબ જ ડેમોક્રેટિક અને ફ્રી હતી.

અમિત પછી થોડા ગંભીર થઈને બોલ્યા - જુઓ તેઓ બોલતા ઓછુ હતા. તેમના કર્મ બોલતા હતા. તે પછી અમારા પર આધાર રાખે છે કે અમે તે કર્મોને કેટલુ સમજીએ છીએ. મનની વ્યથા પીડા, કષ્ટ, દુવિધા બધુ વ્યક્ત કરવા માટે ઈશ્વરે જ્યારે અમને કોઈ માધ્યમ, કોઈ ગુણ આપ્યા છે તો તેમાં ક્લીન થઈને પોતાની અંતરાત્માને સંભાળીને રાખવી જ જોઈએ. મારી સામે કેમેરા આવે કે મારી ક્રિએટીવીટી જાગૃત થઈને મારી દરેક પીડાનો ઉપાય પોતે જ શોધી લે છે. કેટલાંક લોકો આવું કરી પણ નથી શકતા. પીડાથી મુક્ત થવા તે અલગ અલગ માધ્યમ શોધે છે. નશો તે બધામાં સૌથી ઉપર છે. દારૂનું, સિગરેટનુ, ડ્રગ્સનુ.... આવા માણસો કમજોર હોય છે. મારું માનવુ છે કે જો ક્રિએટીવીટી નામની આ જે વસ્તુ છે તે ફક્ત કલાકારો કે સાહિત્યકારો પાસે જ નથી હોતી, તે તો મનુષ્યમાત્રની અંદર સમાયેલી છે. ઈશ્વરની આ સૌથી મોટી દેન છે, જેને ઓળખવી અને ઓળખીને તેને પ્રકાશિત કરવી એ મનુષ્યનું કામ છે. તે માટે સંઘર્ષ કરવો પડે છે.


webdunia
N.D
બધા જાણે છે કે તમે પોતે બહુ સંયમિત છો. તમારી સાથે કામ કરતા દરેક નાના-મોટા કલાકાર તમારી સમય પ્રત્યેની રોકટોક, કામ પ્રત્યે પ્રતિબધ્ધતા અને અનુશાસનથી ખૂબ જ પ્રભાવિત થાય છે. - આટલો સંયમ તમે કેવી રીતે મેળવ્યો ?

હવે આ મે મેળવ્યો છે કે મળી ગયો છે એ હું નથી જાણતો. પણ એ વાત તો સાચી છે કે સમય પર પહોંચી જવુ મને ગમે છે. મારા માતા-પિતા અનુશાસન પ્રિય હતા. પં. જવાહરલાલ નેહરુજી અને ઈંદુ આંટીનો પાસેથી પણ આ પ્રકારની શિક્ષા મેળવતા રહેતા હતા. આજે પણ મને બાળપણની યાદ છે કે - ભલે રમતને વચ્ચે છોડી દેવી પડે. ભલે સાઈકલ ભગાવવી પડે, પણ રસ્તાની લેમ્પપોસ્ટ સળગતાં પહેલા ઘર પહોંચવુ એકદમ અટલ નિયમ હતો. કેટલીવાર તો ફટકાર-માર પણ પડ્યો હતો. પણ એક વાત હતી કે બાપુજી ભલે પોતે એકાદ થપ્પડ લગાવી દે. પણ કોઈ બીજો અમારા પર હાથ ઉઠાવે તે તેમને બિલકુલ પસંદ નહોતુ. એક વાર તો મારા પ્રિંસીપલને પણ વઢ્યા હતા. આવી વાતોથી ખૂબ આત્મબળ મળતુ હ્તુ. કુંટુંબનો સાથ અને સહયોગ - આનાથી વધુ શક્તિ વિશ્વમાં કોઈ નથી. પરિવાર જો સાથે હોય તો દુનિયાની બધી તાકતો નબળી પડી જાય છે. જીવનની આવી બધી હકીકતો બાપુજી પાસેથી અમને જાણવા મળી હતી.

ખૂબ જ ભાગ્યશાળી છુ હું - બાળપણમાં બધા પ્રકારની આથિક તંગી હોવા છતાં બાપુજી અને માઁ અમારા બધી જીદ પૂરી કરતાં હતા. સંસારની મનપસંદ વસ્તુઓ તરત જ હાજર કરતાં હતા. ધન્ય છે કે વ્યક્તિગત મુશ્કેલીઓનો સામનો કરીને પણ તેમણે અમને તે બધુ આપ્યુ જે અમને જોઈતુ હતુ.

ઈશ્વરની કૃપાથી અને માઁ-બાપુજીના આશીર્વાદથી જ્યારે અમારી સ્થિતિ એવી થઈ કે અમે તેમને બધુ આપી શકીએ, તો તેમણે કહ્યુ કે - બેટા, અમને કશુ નથી જોઈતુ, બસ દિવસમાં એકાદ-બે વાર અમને મળવા આવ્યા કરો. અમિતાભનો અવાજ આટલું બોલતા તો ગળગળો થઈ ગયો. તે વધુ ભાવુક થઈ ગયા હતા. તેથી તેમને ફરી બાળપણમાં લાવવા માટે મેં કહ્યુ - આ તો બધા જાણે છે કે બચ્ચનજી રોજ સવારે અને સાંજે ખૂબ લાંબુ ચાલવા જરૂર જતા હતા. તમને પણ કદી સાથે લઈ ગયા હતા ?

અમિતાભના મોઢા પર ફરી બાળપણ ખીલી ઉઠ્યું અને તે બોલ્યા - હા, સવારે જ્યારે તે ચાલવા જતા ત્યારે મને સાથે લઈ જતા હતા. જ્યારે હું ઈલાહાબાદમાં હતો, નાનો હતો, ત્યારે ખબર છે તમને મારા માટે તો એ બધી સવાર ખૂબ બીવડાવનારી હતી. કારણકે તે ચાલતા-ચાલતાં મને ગણિતના ઘડિયા બોલવાનું કહેતા હતા. દસ સુધી તો હું સંભાળી લેતો હતો. દસ પછીના ઘડિયામાં બહુ કઠિનાઈ પડતી. દરેક ભૂલ પર એક થપ્પડ પડતી અને દરેક થપ્પડ પર હું આશા કરતો કે હવે ઘર જલદી આવી જાય અને મારું આ દુ:ખ મટે.

હા, પણ તેમનું એક ફરવું અલગ હતુ. અને એ હતુ બાપુજી સાથે દશેરા પર શહેરમાં ફરવા જવામાં જે મજા આવતી હતી તે આખી દુનિયા ફર્યા પછી પણ નથી આવી. દશેરાના દિવસે બાબુજીનો ઉત્સાહ જોવા લાયક રહેતો. ત્યારે ઈલાહાબાદમા રામ લીલાઓ ખૂબ થતી હતી. અને રામની કથાથી સંબંધિત પ્રદર્શની નીકળતી હતી. બાપુજી મને આંગળી પકડીને સાથે ચલાવતા. થાકી જઉ તો પોતાના ખભા પર બેસાડતા, કદી પીઠ પર લટકાવી લેતા, કદી કદી તો ગર્દી વધુ હોય તો કોણીથી હડસેલીને મારે લાયક સુરક્ષિત જગ્યા બનાવતા, મને દરેક ચોકી બતાવતા અને તેને સંબંધિત વાર્તા પણ કહેતા.

મેં કહ્યુ - હા, રામચરિત માનસ પ્રત્યે તેમને અગાધ આસ્થા તો તેમને પોતાના પૂર્વજો પાસેથી વારસામાં મળી હતી. તમારામાં પણ આ પરંપરાના બીજ જોવા મળ્યા છે. શુ અભિષેક આ પરંપરાઓ નિભાવશે ?

તે બોલ્યા - હા, જરૂર નિભાવશે. તમે તો ધણી વાર મારી ઘરે પૂજામાં આવ્યા છો તમે તો જોયુ જ હશે. મા અને બાપુજી પૂજાનું પાખંડ નહોતા કરતા. અમારો પોતાનો એક અલગ ઢંગ હોય છે. જેમાં રામચરિત માનસનું અમે બધા મળીને પાઠ જરૂર કરીએ છીએ. આ અમારી વ્યક્તિગત આસ્થા છે. સારૂ લાગે છે. બધા પરિવાર મળીને પ્રાર્થના કરીએ તો પારિવારિક એકતાની એકાગ્રતા પણ મળે છે. ફેમિલીજ ધેટ પ્રે ટુગેધર સ્ટે ટુગેધર. આ વાતમાં અમે બધા આસ્થા રાખીએ છીએ. અભિષેક પણ રાખે છે અને આગળ પણ રાખશે.

મેં પૂછ્યુ - અમિત, ક્યાં ભક્તિ અને આસ્થાની પરંપરા અને કયાં ફિલ્મી જીવન. બચ્ચનજી તમારી કઈ ફિલ્મ સૌ પહેલા જોઈ હતી. શુ પ્રતિક્રિયા હતી તેમની ?

આંખોમાં થોડો ગર્વ ભાવ લાવીને અમિતજી બોલ્યા - બાપુજી મારી બધી ફિલ્મો જોતા હતા. શરૂથી લઈને અંત સુધી. મારી સાથે ભલે ન જોઈ શકે, પણ પોતે અલગ સમય કાઢીને જોઈને આવતા. પોતાના મિત્રોને ફિલ્મનો પ્રચાર પણ કરતા.

જ્યારે બીમાર હતા, ત્યારે રોજ સાંજે મારી એક ફિલ્મ વીડિયો કે ડીવીડી મંગાઈને જોયા કરતા હતા. તાજેતરની મારી ફિલ્મો તેમને વધુ ગમતી નહોતી. આલોચના નહોતા કરતા. બસ ધીમેથી કહેતા - બેટા કશુ સમજાયુ નહી. હું સમજી જતા કે તે શું કહેવા માગે છે.

પછી આંખો બંધ કરીને કશુ વિચારીન અમિતજી બોલ્યા - બધુ યાદ છે મને. માણસ પોતાના જીવનમાં કેટલુય કમાવી લે, ખાઈ લે - પોતાની જડને કે અતીતને નથી ભૂલી શકતો. હુ જાણુ છુ કે હું ક્યા જનમ્યો હતો, કેવી પરિસ્થિતિમાં મારા માત-પિતાએ મને મોટો કર્યો. હું એ પણ જાણુ છુ કે જે આજે અમારી પાસે છે તે કાલે નહી પણ હોય તો મને તેનો રંજ નહી થાય, મારા માતા-પિતા મને જનમ્યા પછી દવાખાનેથી એક ગોદડીમાં લપેટીને ઘોડાગાડીમાં ઘરે લાવ્યા હતા. હું તે જ પરિસ્થિતિમાં પાછો જઈને ખુશ રહી શકુ છુ.

બાપુજી પાસેથી મેં આ જ સીખ્યુ છે - અવિરામ શ્રમની સાધના અને જીવનભર કરતો રહીશ. માતા-પિતાઆ આશીર્વાદથી આજે સુધી તો મારી એ સ્થિતિ છે કે ન તો કદી શરમથી મારુ માથુ નમ્યુ છે કે ન કદી સફળતાથી ઘમંડ આવ્યો છે. ઈશ્વરની કૃપા રહેશે તો આગળ પણ આવી જ સ્થિતિ રહેશે.

જુઓ, અમારા ફિલ્મી કલાકારોનું તો શુ છે. આજે સૌએ માથે ચઢાવ્યો છે,કાલે કોઈ અમારાથી પણ સારો કલાકાર આવશે તો તે અમને ભૂલી જશે. પણ સાહિત્યમાં આવુ નથી હોતુ. સૂર, તુલસી, કબીર આજે પણ જીવે છે. પ્રેમચંદ્ર, પ્રસાદ, નિરાલા કાલે પણ પૂજાશે. મારા બાપુજી સાહિત્યકારોમાં એક ઉજ્જવલ નક્ષત્રની જેમ હંમેશા ચમકતા રહેશે. આ મારું સૌભાગ્ય છે કે મે તેમને પિતાના રૂપે મેળવ્યા.

Share this Story:

Follow Webdunia gujarati