રિટેલમાં એફડીઆઈની જીત, યુપીએ સરકારને રાહત
નવીદિલ્હી. , ગુરુવાર, 6 ડિસેમ્બર 2012 (11:20 IST)
મલ્ટિબ્રાંડ રિટેલમાં એફડીઆઈના મુદ્દે લાંભી અને ગરમાગરમ ચર્ચા થયા બાદ આજે લોકસભામાં મતદાન યોજાયુ હતુ. યુપીએ સરકારે એફડીઆઈ મુદ્દે મતદાનમાં જીત મેળવી અહ્તી. મલ્ટિબ્રાંડ એફડીઆઈની તરફેણમાં 253 સાંસદોએ મતદાન કર્યુ હતુ. જ્યારે વિરુદ્ધમાં 218 સાંસદોએ મતદાન કર્યુ હતુ. એમ સરકારે લોકસભામાં એફડીઆઈ મતદાનમાં જીત મેળવી હતી. જ્યારે વિપક્ષની દરખાસ્ત ઉડી ગઈ હતી. વિપક્ષની દરખાસ્ત ઉદી જતા સરકારને મોટી રાહત થઈ હતી. અગાઉ ચર્ચા દરમિયાન વિરોધપક્ષ દ્વારા કરવામાં આવેલ આક્ષેપોનો જવાબ આપતા વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન આનંદ શર્માએ આજે કહ્યુ હતુ કે મલ્ટિબ્રાંડ રિટેલમાં એફડીઆઈને મંજૂરી આપવાનો નિર્ણય રાતોરાત લેવામાં આવ્યો ન હતો. વર્ષો સુધી દેશમાં આ વિષય પર ચર્ચા ચાલી હતી. ખેડૂતોની દુર્દશા અંગે વાત કરતા આનંદ શર્માએ કહ્યુ હતુ કે દેશમાં ઘણીબધી પેદાશ નાશ પામે છે. કારણ કે ઈંફ્રાસ્ટ્રકચરની સુવિદ્યાનો હજુ પણ અભાવ છે. અર્થતંત્રને વધુ મજબુત કરવા માટે તાત્કાલિક ધોરણે પગલા અતિ જરૂરી છે. એફડીઆઈથી સ્ટોરેજ સુવિદ્યા પૂરતા પ્રમાણમાં મળી જશે. સાથે સાથે ઘણી પેદાશોને નુકશાનથી બચાવી શકાશે. એફડીઆઈના નિર્ણયનો બચાવ કરીને એનડીએનો આભાર પણ માંતા આનંદ શર્માએ કહ્યુ હતુ કે અમેરિકા અને યુકેના લોકો હલ્દીરામ અને બીકાનેરવાલાની પ્રોડક્ટ તરફ આક્રર્ષાઈ રહ્યા છે. હલ્દીરામ હવે વિશ્વભરમાં 38 સ્ટોર ધરાવે છે. જ્યારે લંડનમાં ત્રણ સ્ટોર ધરાવે છે. જ્યારે બીકાનેરવાલાની 1000 કરોડ રૂપિયાની કંપની છે. તે વિશ્વમાં 85 સ્ટોર ધરાવે છે. તેમણે ઉમેર્યુ હતુ કે વિદેશી કંપનીઓ તરફથી તીવ્ર સ્પર્ધા વધવાથી ભારતીય કંપનીઓને પણ વિશ્વસ્તરની બનવામાં મદદ મળશે. તેમણે કહ્યુ કે મેકડોનાલ્ડે ભારતમાં પ્રવેશ કર્યા બાદ આલુ કી ટિક્કી બનાવવાની શરૂઆત કરી દીધી છે. શર્માએ કહ્યુ કે દેશમાં 17 સૌથી મોટી કંપનીને વાત કરી ચુક્યા છીએ. તમામ રાજ્યોને પણ લખવામાં આવ્યુ છે. 14
મુખ્યમંત્રીઓ જવાબ આપી ચુક્યા છે, જે પૈકી 11 દ્વારા તરફેણ કરાઈ છે. પાંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપ શસિત રાજ્યમાં ગુજરાત અને હિમાચલપ્રદેશ તેમજ અકાલી શાસિત પંજાબે લેખિતમાં ક્યારેય વિરોધ કર્યો નથી.