ટામેટા દરેક શાકભાજીને સ્વાદિષ્ટ અને લિજ્જતદાર બનાવે છે. એ તો બધા જાણે છે કે એક નવા અભ્યાસમાં આના એક અન્ય ગુણની જાણ થઈ છે કે ટામેટા ડિપ્રેશનથી દૂર રાખવામાં મદદરૂપ હોય છે.
જે લોકો એક અઠવાડિયામાં બે થી છ વાર ટામેટા ખાય છે તેમને એ લોકો જે અઠવાડિયામાં માત્ર એક વાર ટામેટા ખાય છે કે બિલકુલ ખાતા નથી તેમની તુલનામાં ડિપ્રેશન થવાનો ભય 46 ટકા ઓછો હોય છે.
ટામેટામાં એંટીઆક્સીડેંટ રસાયન વધારે હોય છે. જે કેટલાક રોગોથી બચવામાં મદદરૂપ હોય છે.
ચીન અને જાપાનના શોધકર્તાઓ દ્વ્રારા કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે અન્ય ફળ અને શાકભાજીના સેવનથી આ લાભ નહી મળતો. માનસિક રૂપથી સ્વસ્થ રહેવામાં કોબીજ ગાજર અને ડુંગળી તેમજ કોળું ખૂબ ઓછા લાભકારી છે અથવા બિલકુલ ગુણકારી નથી. અભ્યાસ એફેક્ટિવ ડિસઓર્ડર નામની પત્રિકામાં દર્શાવેલ છે.
શોધકર્તાઓએ એ માટે 70 કે તેથી વધારે વયના લગભગ 1000 પુરૂષ-સ્ત્રીઓના ભોજનની ટેવ અને તેમના માનસિક સ્વાસ્થ્યનું વિશ્લેષ્ણ કર્યું .