Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભારત-ચિલી વચ્ચે ચાર સંધિ પર સહી

ભારત-ચિલી વચ્ચે ચાર સંધિ પર સહી
સેંટિયાગો , मंगलवार, 22 अप्रैल 2008 (09:34 IST)
ભારત અને ચિલીએ પોતાનાં સંબંધોને વધું ઘનિષ્ઠ બનાવવાનાં પ્રયત્ન હેઠળ નાગરિક ઉડ્ડયન, વિજ્ઞાન અને ટેકનોલોજી, રમત અને એન્ટાર્ટિકામાં અનુસંધાનનાં ક્ષેત્રમાં સહયોગ માટે ચાર સહેમતિ પત્રો પર સહી કરી છે.

લેટિન અમેરિકાનાં દેશોનાં પ્રવાસ હેઠળ ગઈકાલે અહીંયા પહોંચેલી રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ અને ચિલીની રાષ્ટ્રપતિ મિશેલ બેશલેટની હાજરીમાં અક્ષય ઉર્જા રાજ્ય મંત્રી વિલાસ મુત્તમવાર, ચિલીમાં ભારતની રાજદૂત સુષ્મિતા જી. થોમસ અને ચિલીનાં વિદેશ મંત્રી અલેજબરો ફોરલેગ તથા રમત મંત્રી જેન પિજારોએ આ સહેમતિ પત્રો પર સહી કરી હતી.

આ પ્રસંગે પાટિલે કહ્યું હતું કે, ભારત અને ચિલી વચ્ચે વ્યાપારની ઘણી શક્યતાઓ છે અને આજે થયેલા આ કરારથી બંને દેશોનાં સંબંધ વધું મજબૂત બનશે. ચિલીની રાષ્ટ્રપતિ બેશલેટને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે જેને તેમણે સ્વીકારી લીધું છે.

Share this Story:

Follow Webdunia gujarati