Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બીસીસીઆઈએ પસંદગીકર્તાઓનો પગાર વધાર્યો

બીસીસીઆઈએ પસંદગીકર્તાઓનો પગાર વધાર્યો

ભાષા

નવી દિલ્હી , शनिवार, 15 दिसंबर 2007 (17:26 IST)
નવી દિલ્હી. (ભાષા) પગારના મુદ્દા પર મુખ્ય પસંદગીકર્તા દિલીપ વેંગસકર અને ક્ર્કેટ બોર્ડની વચ્ચે ચાલી રહેલ વિવાદ બાદ બીસીસીઆઈએ પસંદગીકર્તાઓનો પગાર વધારવાની ઘોષણા કરી છે.

બીસીસીઆઈની નાણાંકીય સમિતિએ શનિવારે અહીંયા બેઠક બોલાવીને બોર્ડના સદસ્યો અને પસંદગીકર્તાઓના માસિક વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

બોર્ડના સચિવ નિરંજન શાહે મોંઘવારીનું વેતન પાંચ હજારથી વધારીને દસ હજાર અને મુસાફરીનું ભાડુ સાત હજારથી વધારીને દસ હજાર કરવાની ઘોષણા કરી છે. પસંદગીકર્તાઓને સમાચાર પત્રમાં કોલમ લખવા પર રોક લગાવ્યા બાદ વેંગસકરે બોર્ડ પાસેથી વધું વેતનની માંગ કરી હતી.

આ વિવાદ તે સમયે નિર્ણાયક વળાંક પર પહોચી ગયો હતો જ્યારે વેંગસકરે રાજીનામું આપવાની રજુઆત કરી હતી પરંતુ બીસીસીઆઈ પ્રમુખ શરદ પવારે તેમને શાંત કરતાં કહ્યું કે પસંદગીકર્તાઓએ ઉપર્યુક્ત વેતન આપવાનો વાયદો કર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati