આઈએઈએની બેઠકમાં ભારતને સેફગાર્ડની મંજુરી મળ્યા બાદ એન.એસ.જીની મંજુરી મળવાની બાકી છે ત્યારે સીપીઆઈએ આરોપ લગાવ્યો છે કે સેફગાર્ડની મંજુરી મળી જવાથી ન્યુક્લિયર ડીલને કોઈ ફરક પડતો નથી.
સીપીઆઈએ કહ્યું હતું કે સંસદમાં દેશનાં વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા આશ્વાસનનાં બદલે હાઈડ એક્ટ ભારત-અમેરિકા વચ્ચેની ન્યુકડીલ નક્કી કરે છે. સીપીઆઈનાં પોલિત બ્યુરોએ આઈએઈએ દ્વારા ભારતને સેફગાર્ડની મંજુરી આપ્યા બાદ વક્તવ્ય આપ્યું છે.
વડાપ્રધાને સંસદને જણાવ્યું હતું કે જો પરમાણુ ઈંધણ મળશે, ત્યાં સુધી જ તેની સુરક્ષા વિદેશી એજન્સીને સોંપવામાં આવશે. સીપીઆઈનાં જણાવ્યાનુસાર સુરક્ષા ઉપાય કરારમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ભારતનાં 14 જેટલાં અસૈનિક પરમાણું રીએક્ટર 2009થી આઈએઈએની સુરક્ષામાં આવી જશે.