. સંસદનું બજેટ સત્ર 7મી જુલાઈથી 28મી જુલાઈ સુધી ચાલશે. 9મી જુલાઈ રેલ્વે બજેટ અને 11મી જુલાઈએ સામાન્ય બજેટ રજૂ થશે. જોકે આ બાબતે કોઈ ઘોષણા જવા પામી નથી.
બુધવારની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ સંબંધમાં ભલામણ કરવાનો નિર્ણય લેવાયો છે.
ઐતિહાસિક બજેટ - સુત્રોએ કહ્યુ કે આ બજેટ ઐતિહાસિક રહેવાની આશા છે. કારણ કે મોદી તેમના તે વિચારોને જીવંત કરવાની કોશિસ્ઝ કરશે જેની ચર્ચા તેઓ અનેક મહિનાઓથી કરી રહ્યા છે.
બજેટ સત્રને ધ્યાનમાં રાખી મોદી જાપાન યાત્રા ટાળી શકે છે.