Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સિંગુર મામલે વિવાદ યથાવત

ટાટાએ સરકાર પાસે સમજૂતિની માહિતી માંગી

સિંગુર મામલે વિવાદ યથાવત

ભાષા

કોલકત્તા , मंगलवार, 9 सितम्बर 2008 (11:29 IST)
સિંગુર મામલે સમાધાન માટે પશ્ચિમ બંગાળ સરકાર અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે થયેલ સમજૂતિ સોમવારે ફરી વિવાદમાં આવી ગઈ હતી. ટાટા મોટર્સે કારનાં કારખાનામાં બદલાવ કરવાની સંભાવનાથી ઈન્કાર કરી દીધો હતો. તેમજ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો વ્યવહારિક લાગશે તો જ પરિયોજનાને કાર્યાન્વિત કરવામાં આવશે.

તૃણમુલ કોંગ્રેસની નેતા મમતા બેનર્જીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સરકાર ગઈરાત્રે થયેલ સમજૂતિનું પાલન કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે સિંગુરમાં અનિશ્ચિતકાલીન ધરણાં પાછા ખેંચ્યાં નથી, ફક્ત સ્થગિત કર્યા છે.

મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્યની હાજરીમાં પશ્ચિમ બંગાળનાં ઉદ્યોગ મંત્રી નિરૂપમ સેને કહ્યું હતું કે ટાટા પરિયોજનામાં કોઈ ફેરફાર થશે નહીં.

મમતાએ દાવો કર્યો છે કે બહારની 100 એકર જમીન તેમજ 300 એકર જમીન જમીન ખેડૂતોને પાછી આપવામાં આવશે. તો સેને આ અંગે જણાવ્યું હતું કે નેનો કાર સંયંત્ર તથા વેન્ડર્સ પાર્ક એક એકીકૃત પરિયોજના છે,અને ખુબ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે.

સેને વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારની બેઠકમાં ટાટા પરિયોજનામાં ફેરફાર અથવા સ્થળાંતર કરવા કોઈ સહમતિ થઈ નથી. કારણ કે તે એકીકૃત યોજના છે.

મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને જમીન પાછી આપવા માટે એક સમિતિ બનાવવામાં આવશે. તેમજ સહમતિ વખતે તે સ્પષ્ટ નથી કર્યું કે ટાટાની જમીન પાછી આપવામાં આવે.

તો ટાટા મોટર્સનાં કહેવા પ્રમાણે વિપક્ષ અને રાજ્ય સરકાર વચ્ચે થયેલ સહમતિમાં સ્પષ્ટતાનો અભાવ છે. તેથી નિરાશા થાય છે. આ અંગે ટાટા કંપનીએ સરકારને પત્ર લખીને સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. હજી રાજ્ય સરકારે સમજૂતિ અંગે સ્પષ્ટતા કરી નથી. તો મમતાએ ઘોષણા કરી છે કે સરકાર ખેડૂતોને 300 એકર જમીન પાછી આપશે.

Share this Story:

Follow Webdunia gujarati