અમરનાથ ગુફામાં હિમ શિવલિંગના રૂપમાં શોભાયમાન બાબા બર્ફાનીના કરોડો શ્રદ્ધાળુઓ વિશેષ કરીને આ વર્ષે અમરનાથ યાત્રા પર આવવાના ઈચ્છુક શિવ ભક્તો માટે નિરાશાજનક સમાચાર છે કે બાબા બર્ફાની આ વખતે પણ યાત્રા સંપન્ન થવાથી બહુ દિવસ પહેલા જ મંગળવારે સાંજ થતા થતા લગબગ અંતર્ધ્યાન થઈ ગયા.
આ સંબંધમાં જ્યારે શ્રી અમરનાથજી સાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી પી.કે. ત્રિપાઠી સાથે સંપર્ક કરવામાં આવ્યો તો તેમનુ કહેવુ હતુ કે તેમને આ વાતની પુર્ણ માહિતી નથી કે બાબા બર્ફાનીનો આકાર કેટલો રહી ગયો છે. પણ એટલુ જરૂર છે કે બાબાના અંતર્ધ્યાન થવા છતા પવિત્ર ગુફાના મહત્વ અને શ્રદ્ધાળુઓની આસ્થામાં કોઈ કમી નહી આવે. તેમને લાગે છે કે ટૂંક સમયમાં જ ઘાટીની સ્થિતિ સામાન્ય થયા પછી અમરનાથ મુસાફરોની સંખ્યામાં વધારો થશે. સાઈનબોર્ડના શિવભક્તોની સુવિદ્યા માટે દરેક શક્ય પ્રયત્નો કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 વર્ષોથી હિમ શિવલિંગ પર ગ્લોબલ વાર્મિંગની અસર દેખાય રહી છે. ગયા વર્ષે યાત્રા સંપન્ન થવાથી લગભગ 15 દિવસ પહેલા જ પૂર્વ બાબા બર્ફાની અંતર્ધ્યાન થઈ ગયા હતા. આ વર્ષે તો 2 જુલાઈના રોજ જ્યારે અમરનાથ યાત્રા શરૂ થઈ તો હિમ શિવલિંગની લંબાઈ અને ઘનત્વ સામાન્યથી ખૂબ ઓછુ જોવા મળ્યુ. આવામાં પહેલા જ આ વાતની શક્યતા ખૂબ જ ક્ષીણ થઈ ગઈ હતી કે હિમ શિવલિંગ 17 ઓગસ્ટના રોજ શ્રાવણી પૂર્ણિમા રક્ષાબંધનના દિવસની યાત્રા સમાપ્તિ સુધી પવિત્ર ગુફામાં શોભાયમાન રહેશે.
એમા કોઈ શક નથી કે હિમ શિવલિંગના ઝડપથી પિઘળવાનુ મુખ્ય કારણ ગ્લોબલ વાર્મિંગનો પ્રભાવ છે. આ ઉપરાંત પવિત્ર ગુફામાં અગરબત્તી પ્રગટાવવા પર પણ રોક લગાવવામાં આવી છે અને સામાન્ય શ્રદ્ધાળુઓ માટે હેલીકોપ્ટર સેવાને પણ ગુફાને બદલે પંજતરણી સુધી સીમિત કરવામાં આવી છે. તેમ છતા હિમ શિવલિંગને યાત્રા સમાપ્ત થતા સુધી બચાવી રાખવુ શક્ય નથી. બીજી બાજુ આજે 4455 શિવ ભક્તોએ હિમ શિવલિંગના રૂપમાં સુશોધિત બાબા બર્ફાનીના દર્શન કર્યા. જેનાથી અત્યાર સુધી દેશ-વિદેશથી આવેલ 1,37,719 શિવ ભક્ત પવિત્ર અમરનાથ ગુફામાં વિરાજમાન બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે.