કાર, ટીવી, ફ્રીઝ સસ્તા થશે
સેનવેટમાં ચાર ટકાનો ઘટાડો
કાર સસ્તી થઈ ગઈ છે. કોમ્પુટર લેપટોપ તથા બીજા હાર્ડવેર તેમજ પ્લાઝમા ટીવી અને ફ્રીઝ પણ સસ્તા થશે. સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજમાં સેનવેટમાં એકસરખા ચાર ટકાનો ઘટાડો કરતાં ભાવ ઘટાડો શક્ય બની શકે છે.
મારૂતિ, ટોયોટા તેમજ હુંડાઈએ પણ તેના મોડલનાં ભાવમાં ઘટાડો કરવાની ઘોષણા કરી છે. તો હિન્દુસ્તાન મોટર્સે પણ મિત્શુબિશીનાં વિવિધ મોડલો પર 20 થી લઈ 80 હજાર સુધીની છુટ આપી છે. તો સરકારે મંદીનો સામનો કરી રહેલા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રૂ. 8700 કરોડની ટેક્સમાં રાહત આપી છે. જેમાં સેનવેટનાં દરમાં ચાર ટકાનો ઘટાડો કર્યો છે.
આ રાહત પેકેજને કારણે સુતરાઉ કાપડ, સિમેન્ટ, કાર અને કપડાં સસ્તા થશે. સરકારનાં આ નિર્ણયને કારણે નાના કારને છોડીને બાકી બધી ગાડીઓ પર 24 ટકાની જગ્યાએ 20 ટકા ટેક્સ લાગશે.