નવી દિલ્લી (યુએનઆઇ) 28 જૂન ગુરૂવાર. વર્ષે 2008 માં વિશ્વની અડધાથી વધુ વસ્તી એટલે કે ઓછમાં ઓછાં 3.3 અરબ લોકો શહેરી વિસ્તારોમાં રહેતાં હશે અને 2030 સુધી આ સંખ્યાં પાંચ અરબને આંબી જશે.
યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (યુએનએફપીએ)ની વિશ્વ જન સંખ્યાંની સ્થિતિ 2007 નો રિપોર્ટ બુધવારે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી જયપાલ રેડ્ડીએ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ યુએનએફપીએ દ્વારાં સમગ્ર વિશ્વમાં રજૂ કરવામાં આવ્યો છે.