Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લિટ્ટે વિદ્રોહીઓની વર્દીમાં વાઈકો!

શ્રીલંકાઈ સેનાએ પ્રભાકરણ સાથે ફોટો

લિટ્ટે વિદ્રોહીઓની વર્દીમાં વાઈકો!

ભાષા

નવી દિલ્હી , મંગળવાર, 3 માર્ચ 2009 (09:02 IST)
શ્રીલંકાઈ સેનાએ સોમવારે તામિલનાડુનાં રાજનેતા અને એમડીએમકેનાં પ્રમુખનાં વાઈકો લિટ્ટેનાં પ્રમુખ વી.પ્રભાકરણની સાથે ચિત્રો અને વીડિયો તસ્વીરો બહાર પાડી છે. પણ આ ફોટો અંગે વાઈકોએ જણાવ્યું હતું કે તે ફોટો ખૂબ જુનો છે.

રક્ષા મંત્રાલયનાં જણાવ્યા મુજબ વાઈકો સાથે દક્ષિણ ભારતનાં કેટલાય નેતાઓનાં ચિત્રો અને તસ્વીરોને ગઈકાલે પશ્ચિમ પુથુકુદિરુપ્પુ સ્થિત લિટ્ટેનાં સેટેલાઈટ કેન્દ્રોમાંથી જપ્ત કર્યા છે. આ તસ્વીરો લિટ્ટેનાં વાની શિબીરમાં ખેંચી હતી.

સેનાનાં જણાવ્યા મુજબ આ તસ્વીરોમાં વાઈકોનાં પ્રભાકરણની સાથે લિટ્ટેનાં યુનિફોર્મમાં પિસ્તોલ ચલાવતાં અને વીડિયો ફુટેઝમાં લિટ્ટેનાં કેડરો વચ્ચે ભડકાઉ ભાષણ આપતાં નજરે પડે છે.

એક વિશ્લેષકનાં જણાવ્યા મુજબ રક્ષા મંત્રાલયનાં જણાવ્યા મુજબ આ તસ્વીરો દેખાવાથી સ્પષ્ટ થાય છે કે તે ગ્રેટર તાલિમ ઈલમની યોજનાનો રસ્તો નક્કી કરી રહ્યાં છે.

તસ્વીરમાં વાઈકો પ્રભાકરણ સાથે વાતચીત કરતાં નજરે પડે છે. જો કે તસ્વીર ક્યારે ખેંચવામાં આવી છે તે નક્કી થઈ શક્યું નથી.

જુની તસ્વીરઃ એમડીએમકેનાં નેતા વાઈકોએ શ્રીલંકાઈ સેના દ્વારા બહાર પડાયેલી તસ્વીર અંગે જણાવ્યું હતું કે તસ્વીર બહાર પાડવા પાછળની તેમની ઈચ્છા જાહેર છે. તેમછતાં મને તે ફોટો પર ગર્વ છે. જો મને તક મળી તો હું લિટ્ટેની શિબીર વાનીમાં જઈશ.

વાઈકો 1989માં ખાનગી રીતે જાફના ગયા હતા. ત્યારે તે રાજ્યસભાનાં સદસ્ય હતા. આ અગાઉ વાઈકોએ પોતાને લિટ્ટે તરફથી ધન મળે છે, તે આરોપનું ખંડન કર્યું હતું.

કોંગ્રેસનો જવાબઃ વાઈકોની તસ્વીર સાથે જોડાયેલી ખબર અંગે કોંગ્રેસે ગોલમોલ જવાબ આપ્યો હતો. પ્રવક્તા સિંઘવીએ જણાવ્યું હતું કે આ નવી વાત છે. તેથી અમે તેની ઉપર વિચાર કરીશું. ભારતમાં લિટ્ટે પર પ્રતિબંધિત સંગઠન છે. અને,તેનું સમર્થન કરવું અને સંપર્ક કરવો અપરાધ છે.

Share this Story:

Follow Webdunia gujarati