Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Budget 2019 Live - Budget 2019 Live - મોદી સરકારે શ્રીમંતો પર લગાવ્યો નવો ટેક્સ, પેટ્રોલ-ડીઝલ-સોનુ થયુ મોંઘુ

Budget 2019 Live - Budget 2019 Live - મોદી સરકારે શ્રીમંતો પર લગાવ્યો નવો ટેક્સ, પેટ્રોલ-ડીઝલ-સોનુ થયુ મોંઘુ
, શુક્રવાર, 5 જુલાઈ 2019 (13:05 IST)
- - મોદી સરકારે શ્રીમંતો પર લગાવ્યો નવો ટેક્સ. 2થી 5 કરોડ વાર્ષિક કમાવનારા પર 3 ટકા વધુ ટેક્સ અને 5 કરોડથી વધુ કમાવનારા પર 7 ટકા વધુ ટેક્સ 
- સોનુ પેટ્રોલ ડીઝલ તંબાકૂ બધુ જ થયુ મોંઘુ.  સોના પર ટેક્સ 10 ટકાથી વધીને 12.5 ટકા કરવામાં આવ્યો 
- વાર્ષિક એક કરોડથી વધુ રકમ કાઢવા પર 2% TDS 
-5 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહી 
- પેટ્રોલ ડીઝલ - 17 કર તથા 13 સેશ હતા, જે જીએસટીને કારણે ઘટીને ચાર દર થઈ ગયા છે. રાજ્યોને GSTમાંથી થયેલી ખોટને ભરપાઈ કરવા માટે રૂ. 92 હજાર કરોડ ચૂકવાયા.
 
- જીએસટી રિફંડને પૂર્ણપણે કમ્પ્યૂટરિકૃત કરાશે. જાન્યુઆરી-2020થી અલગ ઈ-વે બિલની જરૂર નહીં રહે.
 
-  સંરક્ષણક્ષેત્રે ભારતમાં ન બનતી હોય તેવી શસ્ત્ર-સામગ્રી ઉપર કસ્ટમ ડ્યૂટી નહીં લાગે.
 
- માર્ગ નિર્માણ માટે પેટ્રોલ-ડીઝલ ઉપર લીટરદીઠ રૂ. એક-એકનો સરચાર્જ લદાયો. સોના સહિતની મોંઘી ધાતુઓ ઉપર કસ્ટમ ડ્યૂટી વધારાઈ
 
- પ્રમાણિક કરદાતાઓનો આભાર માનું છું, તેમના પ્રદાન થકી દેશનો સર્વાંગી વિકાસ શક્ય બન્યો છે. 13-14થી 18-19 દરમિયાન સીધી કરઆવકમાં 78 ટકાનો વધારો થયો છે. રૂ. પાંચ લાખ સુધી કોઈ કર નથી.
 
-  કૉર્પોર્ટે ટૅક્સમાં ન્યૂનતમ દર 25 ટકાનો છે. જે કંપનીઓ વાર્ષિક રૂ. 400 કરોડનું ટર્ન-ઓવર ધરાવે છે, તેમને આ કરનો દર લાગુ કરશે. માત્ર 0.7 ટકા કંપનીઓ આનાથી વધુનું ટર્ન-ઓવર ધરાવે છે.
 
સેમિ-કંડક્ટર, લિથિયમ સોલર બેટરી, સોલાર ચાર્જિંગ, જેવા ક્ષેત્રોમાં મેગા-મૅન્યુફૅક્ચરિંગ કરનારાઓને કર-રાહતો અપાશે.
 
ભારતને ઇલેક્ટ્રિક વ્હિકલ્સનું ગ્લોબલ હબ બનાવાશે આ માટે જીએસટી તથા રૂ. દોઢ લાખની આવકવેરામાં રાહત અપાશે.
 

- મહિલાઓ માટે મોટી જાહેરાત, જનધન ખાતામાં 5000 રૂપિયા ઓવરડ્રાફ્ટની સુવિદ્યા 
- વિદેશમાં વસતા ભારતીય પાસપોર્ટધારી NRIને માટે આધારકાર્ડ આપવા વિચારણા કરાશે. અગાઉ માટે 180ની મર્યાદા હતા. 

-સ્વચ્છ ભારત યોજના હેઠળ નવ કરોડ 60 લાખ ટૉઇલેટ્સનું નિર્માણ કરવામાં આવ્યું. તેને દરેક ગ્રામ સુધી પહોંચાડવામાં આવશે અને તેના દ્વારા ઊર્જા ઉત્પન્ન કરવામાં આવશે. બે કરોડ ગ્રામીણ ભારતીયોને ડિજિટલ સાક્ષરતા આપવામાં આવી.
- વાઇબ્રન્ટ ગુજરાતની તર્જ ઉપર રાષ્ટ્રીય સ્તરે વિદેશી મૂડીરોકારણને આકર્ષવા માટે કાર્યક્રમ યોજાશે. 
- 125 લાખ કિલોમીટરના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાને લાગુ કરાશે, જેના માટે રૂ. 80 હજાર કરોડ ખર્ચાશે.
એક કરોડ 95 લાખ ઘરોનું નિર્માણ કરાશે
- સોશિયલ સ્ટોક ઍક્ચેન્જ - સામાજિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓને માટે સોશિયલ સ્ટોક ઍક્સચેન્જ શરૂ કરાશે, તેની ઉપર સિક્યૉરિટી ઍક્સચેન્જ બૉર્ડ ઑફ ઇંડિયાનું નિયંત્રણ રહેશે. 
- વાર્ષિક દોઢ કરોડ રિટેલ વેપારીઓને 'પ્રધાનમંત્રી કર્મયોગી સન્માન નિધિ' યોજના હેઠળ પેન્શન આપવામાં આવશે.
webdunia

-- જુદા જુદા  શ્રમ કાયદાઓને એકત્રિત કરીને ચાર કાયદામાં સમાવી લેવાશે.
-  સ્ટાર્ટ-અપને માટે વિશેષ ચેનલ ચાલુ કરાશે. તેની ડિઝાઇનિંગ અને ચાલુ કરવાની કામગીરી સ્ટાર્ટ-અપ દ્વારા કરાશે.
- શાળા તથા કૉલેજ અને ઉચ્ચ શિક્ષણમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે દેશની શિક્ષણનીતિમાં ફેરફાર કરાશે.
- નેશનલ રિસર્ચ ગ્રાન્ટ દ્વારા સંશોધન પ્રવૃત્તિને પ્રોત્સાહન અપાશે. ઑપન ઑનલાઇન કોર્ષ દ્વારા
- અમારુ જોર હવે ઈંફ્રાસ્ટ્રકચરને વધારવા પર છે. ભારતમાલા પરિયોજના દ્વારા અમે દેશના દરેક ગામ સુધી પાકા રોડ પહોંચાડી રહ્યા છીએ અને નેશનલ હાઈવેનુ નિર્માણ કરી રહ્યા છીએ - શ્રીમતી નિર્મલા સીતારમણ 
- સ્ટડી ઇન ઇંડિયા' દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન અપાશે.
ભારતમાલા, સાગરમાલા તથા ઉડાન જેવી યોજનાઓ દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તાર વચ્ચેની ઊંડી ખીણને ભરવાનો પ્રયાસ થયો. જેથી કરીને પરિવહન સરળ બન્યું.
- વિદેશી રોકાણકારોને માટે 'તમારા ગ્રાહકને જાણો'ની વ્યવસ્થા લાગુ કરાશે.
- વીજળીની તર્જ ઉપર આઈ-વે અને ગૅસની ગ્રીડ ઊભી કરવામાં આવશે. વીજ વિતરણ કંપનીઓને ઉગારવા 
માટે 'ઉજ્જવલ' યોજનાની સમીક્ષા કરવામાં આવશે.
- ટૂંક સમયમાં વીજક્ષેત્ર માટે પેકેજની જાહેરાત કરવામાં આવશે. આ સિવાય ઘરને ભાડા આપવાની પ્રક્રિયાને સુગમ કરવા માટે મૉડલ કાયદો લવાશે.
-  સરકારી ખાતાઓ પાસે રહેલી વધારાની જમીનને વપરાશ માટે છૂટી કરાશે.
- મેટ્રો રૂટ્સને મંજૂરી અપાઈ - 300 કિમીના મેટ્રો રેલ રૂટને 2018-19 દરમિયાન મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય 357 કિમીના મેટ્રો રેલ રૂટ ચાલુ થયા હતા. અલગ-અલગ ટ્રાન્સપોર્ટ ખર્ચ માટે એક જ કાર્ડ રજૂ કર્યું.
- અમે અમારી યોજનાઓ પર અમલ પણ કર્યુ પીએમના નેતૃત્વમાં લક્ષ્ય મુક્યુ  
- મુદ્રા કર્જ દ્વારા લોકોનુ જીવન બાલાયુ  
- ભારત  વર્તમાન સમયમાં સૌથી મોટી અર્થવ્યવસ્થા  
- બજેટની શરૂઆત જનતાનો આભાર માનીને કરી 

મોદી સરકાર 2.0 નુ આજે એટલે કે શુક્રવરે પ્રથમ બજેટ છે.  કેન્દ્રીય નાણાકીય મંત્રી સીતારમણ સવારે 11 વાગ્યે નાણાકીય વર્ષ 2019-20 માટે કેન્દ્રીય બજેટ રજુ કશે. બીજી બાજુ નાણાકીય રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર લોકસભામાં બજેટ રજુ થતા પહેલા મંદિરમાં પૂજા પ્રાર્થના માટે પહોંચ્યા 
 
બજેટને લઈને મોદી સરકારની જવાબદારી 
 
મોદી સરકારના આ બજેટ પર આખા દેશના દરેક વર્ગની નજર ટકી છે. તેનુ મોટુ કારણ એ પણ છે કે લોકસભા ચૂંટણી 2019માં જંતાએ ભાજપા સરકારને પ્રચંડ બહુમત આપીને સત્તા સોંપી છે.  આવામાં બજેટને લઈમે મોદી સરકારની જવાબદારી પણ એટલી જ વધુ વધી ગઈ છે. 
 
- નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચી ગયા છે. 
- નાણાકીય રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર લોકસભામાં બજેટ રજુ કરતા પહેલા મંદિરમાં પૂજા અર્ચના માટે પહોંચ્યા. 
- રાષ્ટ્રપતિ ભવનમાં નિર્મલા સીતારમણ થોડી વારમાં કેબિનેટ બેઠક 
 
 49 વર્ષમાં પહેલીવાર મહિલા નાણાકીય મંત્રી બજેટ રજુ કરશે 
 
આ સાથે જ આ બજેટમાં પીએમ નરેન્દ્ર મોદીના ન્યૂ ઈંડિયાના સપનાને સાકાર કરવાનો પણ મોટો પડકાર છે. આ જ કારણ છે કે બજેટમાં આવકવેરામાઅં રાહત આપવા સાથે સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને અનેક મોટી જાહેરાતો થઈ શકે છે.  આ સાથે જ આ બજેટ એ દ્રષ્ટિએ પણ મહત્વનુ છે કે છેલ્લા 49 વર્ષમાં પહેલીવાર કોઈ મહિલા નાણામંત્રી બજેટ રજુ કરશે.  અત્રે એ ઉલ્લેખનીય છે કે આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ 1970માં બજેટ રજુ કર્યુ હતુ. 
 
બજેટથી છે આ 5 મોટી આશાઓ 
- બજેટમાં 3 થી 5 લાખ સુધીની આવક કર મુક્ત થઈ શકે છે 
- બજેટમાં મધ્યમ વર્ગ અને ખેડૂતોને ધ્યાનમાં રાખતા અનેક જાહેરાતો થઈ શકે છે 
- પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને મળનારી ધનરાશિને 6000થી વધારીને 8000 કરી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Modi Budget 2.0: પેશન યોજનાનો આ રીતે લાભ મેળવશે નાના દુકાનદાર, આ છે પ્રોસેસ