Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

gaytri mantra
, રવિવાર, 11 ફેબ્રુઆરી 2024 (12:19 IST)
Gayatri Mantra: ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે. વેદ, પુરાણ, શાસ્ત્ર, ઈતિહાસ, ઋષિ, મુનિ, સંસારી - વૈરાગી વગેરે તમામ તેની મહત્તાનો સ્વીકાર કરીને આ જગતમાં સુખી બન્યા છે. મંત્રમાં મનુષ્યની દૃષ્ટિ બદલી નાખવાની અદ્ભુત શક્તિ રહેલી છે. આપણા ખોટા દૃષ્ટિકોણને કારણે જ સ્વર્ગમાંથી નરક બનેલું છે. મનની ભ્રાંતિઓને દુૂર કરવાની શક્તિ ગાયત્રીમાં છે. જે વ્યક્તિ ગાયત્રી મંત્રના પાવરનો ઉપયોગ કરતા શીખી જાય છે તે તમામ બંધનોમાંથી મુક્ત થઈને પરમાત્માની શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે. ગાયત્રી ત્રિગુણાત્મક છે. એની ઉપાસનાથી જેમ સત્વગુણ વધે છે એ જ રીતે કલ્યાણકારક અને ઉપયોગી રજોગુણની પણ અભિવૃદ્ધિ થાય છે.
 
રજોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. જે સાંસારિક જીવનના સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. ઉત્સાહ, સાહસ, ર્સ્ફૂિત, ચેતના, આશા, દૂરદર્શિતા, તીવ્ર બુદ્ધિ, તકની ઓળખ, વાણીમાં માધુર્ય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં સારાપણું જેવી અનેક વિશેષતાઓ વિકસિત થાય છે. આ પ્રકારના ગુણો વિકસાવવાથી સામાન્ય વ્યક્તિ પણ ધનિક અને સમૃદ્ધિવાળો બની જાય છે. ગાયત્રી મંત્રમાં એવી તાકાત છે કે તેના સાધકને તે ગમે તેવી સ્થિતિમાં બેઠો કરી શકે છે. જેઓ વેદમાતાનું શરણ સ્વીકારે છે તેમના જીવનમાં સત્વ, ગુણ, વિવેક, સદ્ વિચાર અને સત્કાર્યો પ્રત્યે અસાધારણ રુચિ ઉત્પન્ન થાય છે. તે આત્મજાગૃત્ત, લૌકિક અને પર લૌકિક, સાંસારિક અને આત્મિક સર્વ પ્રકારની સફળતાઓ અપાવનાર છે.
 
ગાયત્રી મંત્રનું અર્થચિંતન
 
ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ા
 
ઓમ : બ્રહ્મ
 
ભૂઃ : પ્રાણસ્વરૃપ
 
ભુવઃ : દુઃખનાશક
 
સ્વઃ : સુખસ્વરૃપ
 
તત્ : એ
 
સવિતુઃ : તેજસ્વી, પ્રકાશવાન
 
વરેણ્યઃ : શ્રેષ્ઠ
 
ભર્ગો : પાપનાશક
 
દેવસ્ય : દિવ્યતાને આપનાર
 
ધીમહી : ધારણ કરીએ છીએ
 
ધિયો : બુદ્ધિ
 
યો : જે
 
નઃ : અમારી
 
પ્રચોદયાત : પ્રેરિત કરો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Valentine's Day-- વેલેન્ટાઇન ડે ઇતિહાસ