Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરાશે, આજથી આ લોકોને નહી મળે રસી

વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરાશે, આજથી આ લોકોને નહી મળે રસી
, શુક્રવાર, 14 મે 2021 (12:07 IST)
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે. ત્યારે આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, આ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવાની થાય છે. 
 
આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ જણાવ્યું છે કે આના પરિણામે સમગ્ર રાજ્યમાં આવતીકાલ તારીખ 14 મે 2021 થી ત્રણ દિવસ માટે 45 થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી મોકૂફ રાખવામાં આવશે.
 
ડૉ. જયંતિ રવીએ એમ પણ જણાવ્યું છે કે, 45 વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણ કામગીરી સોમવાર તારીખ 17 મે 2021 થી ભારત સરકારના દિશાનિર્દેશો અનુસાર ફરી શરૂ કરવામાં  આવશે.
 
18 થી 45 વયજૂથમાં જેમને એપોઈમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો એસ.એમ.એસ જેમને મળ્યો છે તેવા લોકો માટે જ રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યમાં બે હજારથી વધુ નર્સની જગ્યાઓ તાત્કાલિક ધોરણે સીધી ભરતીથી ભરવામાં આવશે