Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Navratri Day 1 - મા શૈલપુત્રી કરશે તમારા ગૃહક્લેશોનો અંત આવો જાણો કેવી રીતે

Navratri Day 1 -  મા શૈલપુત્રી કરશે તમારા ગૃહક્લેશોનો અંત આવો જાણો કેવી રીતે
, બુધવાર, 6 ઑક્ટોબર 2021 (14:59 IST)
મા શૈલપુત્રી કરશે તમારા ગૃહક્લેશોનો અંત આવો જાણો કેવી રીતે
માં શૈલપુત્રીનો વર્ણ ચંદ્ર સમાન છે. તેમના મસ્તક પર સુવર્ણ મુકુટ ઘારણ કરેલો છે. તેમના માથા પર અર્ઘચંદ્ર તેમની શોભા વધારી રહ્યુ છે. આ વૃષ અર્થાત બૈલ પર સવાર 
 
છે. તેથી તેમને દેવી વૃષારૂઢાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમના ડાબા હાથમાં ત્રિશુલ ધારણ કરવામાં આવ્યુ છે અને તેમના જમણા હાથમાં કમળ પુષ્પ સુશોભિત છે. 
shailputri
 
માં શૈલપુત્રીની સાધના મનોવાંછિત લાભ માટે કરવામાં આવે છે. તેમની સાધનાનો સર્વશ્રેષ્ઠ સમય છે ચંદ્રોદય અર્થાત સાંજે 5 વાગ્યાથી 7ની વચ્ચે તેમની પૂજા શ્વેત પુષ્પોથી 
 
કરવી જોઈએ. તેમને માવાથી બનેલા વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ અને શ્રૃંગારમાં તેમને ચંદન અર્પિત કરવા સારા રહે છે. ઉત્તરપશ્ચિમ થઈને સફેદ આસન પર પૂજા 
 
ઘરમાં બેસો. હવે તમારી સામે લાકડીના પાટા પર સફેદ કપડુ બિછાવીને માં શૈલપુત્રીનુ ચિત્ર સ્થાપિત કરો. તમારા જમણા હાથમાં પાણી લઈને સંકલ્પ કરો અને હાથ જોડીને 
 
માં શૈલપુત્ર દેવીનુ ધ્યાન કરો. તેમનુ ઘ્યાન આ પ્રકારે છે.. 
 
वंदे वांछित लाभाय चन्द्राद्र्वकृतशेखराम्। वृषारूढ़ा शूलधराम् यशस्विनीम्
 
માં શૈલપુત્રી પર ધૂપ દીપ સફેદ પુષ્પ, શ્વેત ચંદન, અક્ષત, ખીરનો પ્રસાદ અને રાતરાણીનુ અત્તર ચઢાવો. ત્યારબાદ ડાબા હાથમાં ચોખા લઈને જમણા હાથથી રુદ્રાક્ષ  કે સફેદ 
 
ચંદન કે મોતીની માળા દ્વારા માં શૈલપુત્રીના મંત્રનો યથાસંભવ જાપ કરો. 
 
मंत्र: ॐ शैल्पुत्र्ये नमः।
 
જાપ પુરો થયા પછી જમણા હાથમાં લીધેલા ચોખા સફેદ કપડામાં બાંધીને રસોઈ ઘરમાં મુકો. આ ઉપાય કરવાથી ઘરમાં સદા સુખ શાંતિ બની રહે છે. બચી ગયેલી પૂજા 
 
સામગ્રી કોઈ બગીચા અથવા બાગના ઝાડ નીચે છોડી દો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માતાજીના ફોટા - નવરાત્રિ: કયા નોરતે કયા માતાજીની પૂજા થાય છે