Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

UP Election 2022: બીજેપીના 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, મોદી મુખ્ય પ્રચારક

UP Election 2022:  બીજેપીના 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, મોદી મુખ્ય પ્રચારક
, બુધવાર, 19 જાન્યુઆરી 2022 (13:53 IST)
પાંચ રાજ્યોમાં થનારા વિધાનસભા ચૂંટણીને જોતા બીજેપીએ 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. બુધવારે જાહેર થયેલી આ યાદીમાં પીએમ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ જેવા દિગ્ગજોનો સમાવેશ છે. આ લોકો સમય સમય પર 5 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરશે પોતાની સભામા આ લોકો પોતાની પાર્ટી અને પોતાના ઉમેદવારો વિશે લોકોને બતાવશે.  

ભારતીય જનતા પાર્ટીએ યુપી વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જો કે આ યાદીમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીનું નામ નથી. આ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી, બીજેપી ચીફ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત ઘણા નેતાઓના નામ છે.

યુપી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રથમ તબક્કામાં પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારકોની આ યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં બીજેપી યુપી ચીફ સ્વતંત્ર દેવ સિંહ, યુપી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, સીએમ યોગી આદિત્યનાથ, પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધા મોહન સિંહનું પણ નામ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં તૈયાર થઇ રહી છે મોદી યોગીની 3D પ્રિન્ટ સાડીઓ, યુપી મોકલવામાં આવશે