Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, કોરોના સંકટ વચ્ચે વાલીઓના અભિપ્રાય મુજબ જ શાળાઓ ખોલવામાં આવશે

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય,  કોરોના સંકટ વચ્ચે વાલીઓના અભિપ્રાય મુજબ જ શાળાઓ ખોલવામાં આવશે
, સોમવાર, 20 જુલાઈ 2020 (09:43 IST)
કોરોના સંકટની વચ્ચે શાળાઓ ખોલવાનો નિર્ણય હવે માતાપિતા દ્વારા લેવામાં આવશે. કોરોના મહામારીમાં હાલમાં બંધ કરાયેલી સ્કૂલોને ક્યારથી શરૂ કરવી તેનું કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સ્કૂલો શરૂ કરવા મુદ્દે દેશભરમાંથી વાલીઓના અભિયાપ્રાય મગાવવામાં આવ્યાં છે. MHRDએ સ્કૂલ શરૂ કરવા અંગે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ ત્રણ મહિનાના વિકલ્પ આપ્યાં છે.. ઉપરાંત, શાળા ખુલ્યા પછી તેમની શાળાઓ પાસેથી શુ અપેક્ષા રહેશે તે પણ જણાવવુ પડશે  બાળકોની સલામતી માટે સ્કૂલ પાસેથી વાલીઓ કેવી અપેક્ષાઓ ધરાવે છે તે પણ જણાવવાનું કહ્યું છે. વાલીઓ ઈ-મેઈલ દ્વારા પોતાના અભિપ્રાય મોકલી શકશે.
 
મંત્રાલયની આ કવાયતને 1 ઓગસ્ટથી અનલોક -3 માર્ગદર્શિકા સાથે પણ જોડવામાં આવી રહી છે. કોઈપણ રીતે, અનલોક - 2 અંતર્ગત રજુ કરવામાં આવેલી માર્ગદર્શિકા માટેની અંતિમ તારીખ ફક્ત 31 જુલાઇ સુધી છે જેમાં શાળાઓને બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં મંત્રાલયની આ કવાયત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે આના આધારે અનલોક -3 માં શાળાઓ શરૂ કરવા માટે આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રામ મંદિર: 5 ઓગસ્ટે ભૂમિપૂજન થઈ શકે છે, પીએમ મોદી અયોધ્યાની મુલાકાત પણ લેશે