ક્રિસિલ કહે છે, ગુજરાત દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય
, बुधवार, 13 नवंबर 2013 (11:11 IST)
એનાલિટિકલ ફર્મ ક્રિસિલના એક રિપોર્ટ મુજબ દેશમાં આવેલાં રાજ્યો પૈકીનાં ગુજરાત, પંજાબ અને કેરળ સમૃદ્ધ રાજ્ય છે. આ ઉપરાંત આ રાજ્યોમાં સમાનતાનું લેવલ પણ ખૂબ જ ઊંચું છે અને અસમાનતાનું લેવલ આ રાજ્યોમાં ખૂબ જ નીચું છે. આ રાજ્યોમાં વસતા લોકોનું લીવિંગ સ્ટાન્ડર્ડ પણ એવરેજ હાઈ જોવા મળ્યું છે. ફર્મ દ્વારા સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ માટે લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી ચાર વસ્તુઓની ગણતરી કરવામાં આવી હતી. આ વસ્તુઓમાં ટીવી, કમ્પ્યૂટર, ફોન અને ઓટોમોબાઇલનો સમાવેશ થાય છે. ફર્મ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં દેશની રાજધાની દિલ્હીમાં રહેતા લોકો અને અન્ય રાજ્યોમાં વસવાટ કરતા લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવું છે તે અંગેની પણ વિગતવાર માહિતી છે.રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પંજાબમાં સારી ખેતીના કારણે લોકો સમૃદ્ધ છે, જ્યારે કેરળ એવું રાજ્ય છે કે જેમાં વસવાટ કરતા લોકોને રેમિટન્સની આવક વધુ છે. ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં વસવાટ કરતા લોકોની હાઉસહોલ્ડની એસેટમાં માલિકી વધુ છે. આ રિપોર્ટમાં દિલ્હીમાં વસવાટ કરતા લોકોની જીવનશૈલીમાં કેટલો તફાવત છે તે અંગેની પણ સરખામણી કરવામાં આવી છે.હરિયાણા, કર્ણાટક અને તામિલનાડુમાં વસવાટ કરતા લોકોની સમૃદ્ધિ ગુજરાતમાં વસવાટ કરતા લોકો કરતા વધુ છે, પરંતુ આ રાજ્યોમાં લોકો વચ્ચેની અસમાનતા વધુ જોવા મળે છે અને આ કારણે પંજાબ, કેરળ અને ગુજરાતમાં સમૃદ્ધિનું પ્રમાણ વધુ જોવા મળે છે અને લોકો વચ્ચેની સમાનતાનો દર પણ અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ છે, જ્યારે મહારાષ્ટ્રમાં વ્યક્તિદીઠ રિયલ ઇન્કમનું પ્રમાણ અન્ય રાજ્ય કરતાં વધુ છે, પરંતુ ત્યાં અન્ય રાજ્ય કરતાં લોકો વચ્ચે અસમાનતાનું પ્રમાણ ઘણું ઊંચું છે.હરિયાણા અને કર્ણાટકમાં વસવાટ કરતા લોકો પાસે સંપત્તિનું પ્રમાણ ઘણું ઊંચું છે, પરંતુ લોકો વચ્ચેની અસમાનતાનું પ્રમાણ વધુ છે. આ પ્રમાણ દિલ્હી અને અન્ય રાજ્યોની સરખામણીમાં પણ ખૂબ જ ઊંચું છે. બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં સમૃદ્ધિનું પ્રમાણ ઘણું નીચું છે, પરંતુ લોકો વચ્ચે સમાનતાનું પ્રમાણ ઘણું ઊંચું છે. આ રાજ્યોમાં એગ્રિકલ્ચર અને ઇન્ડસ્ટ્રિયલ ક્ષેત્રોમાં કોઈ પણ જાતનો વિકાસ જોવા મળતો નથી. આ ઉપરાંત આ રાજ્યોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિસિટી અને રોડની કનેક્ટિવિટીનો પણ અભાવ છે, જ્યારે મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનમાં સમૃદ્ધિ જોવા મળતી નથી અને લોકો વચ્ચે અસમાનતાનું પ્રમાણ પણ ઘણું વધુ છે.