મુંબઈ આતંકી હુમલામાં આતંકવાદીઓ સાથે લડનારા કમાંડોએ દ્વિતિય વિશ્વયુધ્ધના જમાનાના હેલમેટ અને 1965ના ભારત-પાક યુધ્ધ દરમિયાનના બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યા હતા
આ માહિતી કોંગેસના રાજીવ શુક્લાએ ગુરૂવારે રાજ્યસભાને આપી. આતંકવાદ પર ચર્ચામાં ભાગ લેતા શુક્લાએ કહ્યુ કે પાકિસ્તાન સરકારનો આઈસાઅઈ પર કોઈ નિયંત્રણ નથી. તેઓ લોકતાંત્રિક સરકારની વાત માનતા નથી, તેઓ જનરલની વાત સાંભળે છે.
આઈએસાઅઈના લોકોએ આતંકિઓને પ્રશિક્ષિત કર્યા. આ આતંકિયોએ તરવાનું પણ શીખ્યુ અને 15 દિવસ સુધી ભારતીય સેના વિશે તેમને માહિતી આપવામાં આવી.
તેમની પાસે અત્યાધુનિક હથિયારો હતા, જ્યારે કે આપણા કમાંડોના હેલમેટ દ્વિતિય વિશ્વ યુધ્ધના જમાનાના હતા અને બુલેટ પ્રૂફ જેકેટ 1965ના, જયારેકે પાક આતંકિયોની પાસે રાત્રે દેખાનારા કેમેરા પણ હેલમેટમાં લાગેલા હતા.
તેમણે કહ્યુ કે મુંબઈ હુમલા પછી ત્રણ નેતાઓએ રાજીનામા આપ્યા, પરંતુ ઓફિસરોની પણ જવાબદારી બને છે. રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના ચાર સેંટર ખુલવાના હતા, છેવટે એ કેમ ન ખુલ્યા. કોણે ફાઈલ દબાવી રાખી હતી. રક્ષા મંત્રાલય અને ગૃહ મંત્રાલય આને આગળ વધારે.
તેમને કહ્યુ કે મુંબઈ ઘટના પછી મારી પાસે રોજ 500 એસએમએસ આવી રહ્યા છે કે ભારત પાક. પર હુમલો કરે, પણ અમે યુધ્ધ કરવા નથી માંગતા. આપણે જનતાની ભાવનાને સમજવી પડશે અને કડક પગલાં ભરવા પડશે. પાકિસ્તાન તો યુધ્ધથે બરબાદ જ થઈ જશે. તેની પાસે 30 લાખ ડોલરની વિદેશી મુદ્રા છે, જ્યારે કે ભારત પાસે 25 કરોડ ડોલરની વિદેશી મુદ્રાનો ભંડાર છે.