વરિષ્ઠ સામાજીક કાર્યકર્તા અન્ના હજારેએ ભ્રષ્ટાચાર નિરોધી લોકપાલ ખરડાનુ સ્વરૂપ નક્કી કરવામાં નાગરિક સમાજને જોડવાની માંગને લઈને આજે મંગળવારથી આમરણ ઉપવાસ શરૂ કરી દીધા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મનમોહન સિંહે હજારેની ભૂખ હડતાલ પર અડ્યા રહેવા પર નિરાશા બતાવી અને કહ્યુ કે તેઓ હજારે અને તેમના મિશનનુ સન્માન કરે છે.
પ્રધાનમંત્રી કાર્યાલયથી સોમવારે સાંજે રજૂ એક નિવેદન મુજબ મંત્રીઓની એક ઉપસમિતિ રક્ષા મંત્રી એ.કે એંટનીના નેતૃત્વમાં હજારેને મળ્યા, પરંતુ તે તેમને મનાવવામાં અસફળ રહ્યા. હજારે મુદ્દને સંપૂર્ણ રૂપે સ્વીકાર કરવા પર જીદે ચઢ્યા છે.
આ પહેલા સોમવારે પત્રકારો સાથે વાતચીતમાં હજારે એ કહ્યુ, 'જો કે પ્રધાનમંત્રીને લોકપાલ ખરડાનુ સ્વરૂપ નક્કી કરવા માટે નાગરિક સમાજના લોકોની સાથે એક સંયુક્ત સમિતિ રચવાની માંગને અસ્વીકાર કરી દીધી છે, તેથી પૂર્વમાં કરવામાં આવેલ જાહેરાત મુજબ ભૂખ હડતાલ પર બેસીશ. જો આ દરમિયાન મારી જીંદગી પણ કુરબાન થઈ જાય તો મને અફસોસ નહી થાય. મારુ જીવન રાષ્ટ્રને સમર્પિત છે.'
હજારે મંગળવારે સવારે 9 વાગ્યે રાજઘાટ જશે અને પછી ત્યારબાદ ઈંડિયા ગેટથી જંતર.મંતર તરફ જશે. જંતર-મંતર પર તેઓ પોતાના ઉપવાસ શરૂ કરશે. કાયકર્તાઓએ દેશના અન્ય લોકોને આ માંગના પક્ષમાં ભૂખ હડતાલ કરવાની અપીલ કરી છે.
સામાજીક કાર્યકર્તા અરવિંદ કેજરીવાલે કહ્યુ ,'હુ દેશની જનતાને અપીલ કરુ છુ કે તેઓ આ ભૂખ હડતાલમાં જોડાય અને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને પોતાનુ સમર્થન આપે.'