Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હજારેના સંઘર્ષમાં હજારોનો સમાવેશ

હજારેના સંઘર્ષમાં હજારોનો સમાવેશ
નવી દિલ્લી. , बुधवार, 6 अप्रैल 2011 (11:21 IST)
વરિષ્ઠ સામાજીક કાર્યકર્તા અન્ના હજારેએ એક કડક લોકપલ ખરડાને માટે મંગળવારે જંતર-મંતર પર પોતાની 'આમરણ ભૂખ હડતાલ' શરૂ કરી. બીજી બાજુ મુંબઈ, બેંગલુરુ અને લખનૌ સહિત ઘણા શહેરોમાં લોકોએ ઉપવાસ રાખ્યો અને રેલી કાઢીને હજારેનુ સમર્થન કર્યુ.

ભારતીય જનતા પાર્ટી(ભાજપા) અને જનતાદળ(યૂનાઈટેડ)એ હજારેના સમર્થનને પોતાનુ સમર્થન આપ્યુ છે, જ્યારે કે કોંગ્રેસના હજારેના ઉપવાસને 'અસામયિક' તરીકે ઓળખાવી છે.

મહાત્મા ગાંધીની સમાધિ સ્થળ રાજઘાટ જઈને તેમણે શ્રદ્ધાંજલિ આપ્યા બાદ હજારેએ જંતર-મંતર પર પોતાની ભૂખ હડતાલ શરૂ કરી. ભૂખ હડતાલ પર બેસતા પહેલા તેમણે કહ્યુ 'આ બીજો સત્યાગ્રહ' છે.

Share this Story:

Follow Webdunia gujarati