ગુજરાત માહિતી ખાતાની મોબાઇલ ટેકનોલોજી આધારીત મોબાઇલ વેબસાઇટ રજૂ
, ગુરુવાર, 14 માર્ચ 2013 (16:26 IST)
ગુજરાત સરકારના માહિતી ખાતાની મોબાઇલ ટેકનોલોજી આધારીત મોબાઇલ વેબસાઇટ રજૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ મોબાઇલ વેબસાઇટના બહુલક્ષી ઉપયોગો અને સોશ્યલ મિડીયાના સતત વધી રહેલા સાર્વત્રીક પ્રભાવને ધ્યાનમાં લઇને મોબાઇલ વેબસાઇટનુ માધ્યમ જનઉપયોગી લોકશિક્ષણનુ મહત્વનુ અંગ બની રહેશે એમ તેમણે જણાવ્યુ હતુ. માહિતી કમિશનરે જણાવ્યુ હતુ કે ઇન્ટરનેટ અને વેબ ટેકનોલોજીનો વિનિયોગ કરીને ડેસ્કટોપ કોમ્પ્યુટર માટેની વેબસાઇટ www.gujaratinformation.net માહિતી ખાતામાં કાર્યરત છે. મોબાઇલ ટેકનોલોજીના વધેલા વ્યાપ સાથે માહિતીખાતા દ્વારા ખાતાની વેબસાઇટનુ મોબાઇલ વર્ઝન તૈયાર કરવાની કામગીરી હાથ ધરેલ છે. મોબાઇલ ફોન હવે માત્ર વાતચીત કરવા કે એસએમએસ પુરતો મર્યાદિત ઉપયોગ કરવાને બદલે ઇ-મેઇલ વેબસાઇટ સર્ફ કરવી કે અન્ય બીઝનેશ એપ્લીકેશન માટે પણ ઉપયોગી થાય તેવી મોબાઇલ વેબસાઇટ ડેવલોપ કરવામાં આવેલ છે. આ વેબસાઇટમાં પ્રેસ મેટર જેમ કે ફોટોગ્રાફ, પ્રેસનોટ જોઇ શકાય છે કે ડાઉનલોડ કરી શકાય છે. તે ઉપરાંત યુવાનો માટે ઉપયોગી રોજગાર સમાચાર, ગુજરાત-ઇન-ન્યુઝ અને ટેન્ડર પણ મુકવામાં આવેલ છે. તેમણે જણાવ્યુ કે આ વેબસાઇટની ખાસીયત એ છે કે www.gujaratinformation.net URL ને મોબાઇલ પરથી સર્ફ કરવામાં આવે તો વેબસાઇટનુ મોબાઇલ વર્ઝન જોવા મળે છે. અને ડેસ્કટોપ કોમ્પ્યુટર/લેપટોપ ઉપરથી સર્ફ કરવામાં આવે તો વેબસાઇટનુ ડેસ્કટોપ વર્ઝન જોવા મળે છે. આ વેબસાઇટ બધા જ પ્રકારના મોબાઇલ અને મુખ્ય તમામ બ્રાઉઝરમાં જોઇ શકાય છે. અલગ અલગ સ્ક્રીન સાઇઝમાં પણ વેબસાઇટનો લેઆઉટ ડીસ્ટર્બ ન થાય તેની કાળજી ડીઝાઇન કક્ષાએ લેવામા આવેલ છે. વપરાશકાર આ વેબસાઇટના ફોન્ટ સાઇઝ તથા વેબસાઇટનો કલર પણ બદલી શકે છે. મોબાઇલ વેબસાઇટ પર સોશ્યિલ મિડીયા-ફેઇસબુક અને ટવીટરનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. જેથી પ્રસારનો વ્યાપ વધી શકે છે. માહિતી ખાતા ડે ડેસ્કટોપ વેબસાઇટ વર્ઝજમાં કન્ટેન્ટ અપડેટ કરવાથી મોબાઇલ વર્ઝન કન્ટેન્ટ પણ આપોઆપ અપડેટ થઇ જાય છે. આમ મોબાઇલ વેબસાઇટને અલગથી અપડેટ કરવાની જરૂરત રહેતી નથી. ખાતાની મોબાઇલ વેબસાઇટમાં કન્ટેન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ (સીએમએસ) નો ઉપયોગ કરવામાં આવેલ છે. આ વેબસાઇટની ડિઝાઇન ઇન્ટરફેઇસ સરળ હોવાથી વપરાશકાર પ્રવાસમાં હોય ત્યારે પણ સહેલાઇથી અને ઝડપી માહિતી મેળવી શકે છે.