માતાપિતાનો વિમા કરાવવા પર રાહત
બજેટમાં સર્વિસ અને કોર્પોરેટ ટેક્સમાં કોઇ ફેરફાર નહીં કરવાનો નિર્ણય
નાણાંકીય વર્ષ 2008-09ના બજેટમાં સર્વિસ અને કોર્પોરેટ ટેક્સમાં કોઇ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. પી ચીદમ્બરમે આજે જણાવ્યું હતું કે, માતાપિતાનો વિમા કરાવવા પર પણ રાહત પુરી પાડવામાં આવશે. જેમાં 15 હજાર સુધીની રાહત પુરી પાડવામાં આવશે. શોર્ટ ટર્મ કેપીટલ ટેક્સનો દર 15 ટકા કરવામાં આવ્યો છે કે જેથી રોકાણકારોને લાભ થશે. 2007-08ના વર્ષમાં વેરા વસુલાતમાં ભારે વધારો થયો છે. તેમણે વેટ લાગુ કરનારા રાજ્યોને વળતર આપવાનું પણ વચન આપ્યું હતું.
ચીદમ્બરમે આ સાથે જ બેન્કિંગ ટ્રાન્જેક્શ ટેક્સ સમાપ્ત કરવાની પણ ઘોષણા કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોર્પોરેટ ટેક્સમાં કોઆ પણ બદલાવ કરવામાં આવશે નહીં.