Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આપણી ગુજરાતી ભાષા જ આપણી ઓળખાણ !

જેટલી જલ્દી આપણી વાળી પર આવી જાય તેટલું સારૂ...

આપણી ગુજરાતી ભાષા જ આપણી ઓળખાણ !

વેબ દુનિયા

, बुधवार, 5 दिसंबर 2007 (14:51 IST)
webdunia
W.DW.D

વેબદુનિયાની વિકાસ-યાત્રામાં એક મહત્વપૂર્ણ સ્થાન આવ્યું છે, જ્યારે ટેલીવિઝનની દુનિયામાં અમે ટકોરા માર્યા છે. હવે ટી.વી પર પણ વેબદુનિયાની જાહેરાત આવે છે. એમની શરૂવાત થઇ છે, આજ તક થી. આ જાહેરાત તમે અહીં વેબદુનિયા પર પણ જોઇ શકો છો. અહીં એમનો વિડીઓ પણ સાથે આપવામાં આવ્યો છે.

વેબદુનિયા હવે ઉપલબ્ધ છે, તમારી પોતાની ભાષામાં. હવે જો કોઇને કહેવી હોય તમારા હ્રદયની વાત તો અંગ્રેજીના અંકુશ હેથળ આવવાની જરૂર નથી. વાંચો અને કહો, આપણી આપણી ભાષામાં. ભાષા, જે તમારા પરિવારની છે, ભાષા જે તમારી અંદર છે, ભાષા, જે સૌથી સહેલાઇથી અભિવ્યક્ત કરે છે તમને.
હા ભાઇ હા, તમારી પોતાની માતૃભાષા હવે ઇંટરનેટની દુનિયામાં છે.
વેબદુનિયા વિશ્વનું પહેલું અને એકમાત્ર એવું પોર્ટલ છે, જેમણે માતૃભાષાનું મહત્વ અને એમની જરૂરિયાતને ગંભીરતાથી સમજી. વેબદુનિયાનું પગલું એક એવું પગલું કહેવાય કે, જે દરેક વ્યક્તિ સુધી એમની પોતાની બોલી પહોચાડવાની દિશામાં આગળ વધ્યું છે.

આધુનિક ગુજરાતી ભાષામાં આઠ સ્વરો અને બત્રીસ વ્યંજનો ધ્વનિસંકેતો કે ધ્વનિઘટકોની કામગીરી બજાવે છે. તે અરસપરસના આંતરસંબંધોની એક ભાત રચે છે અને ભાષામાં અવગમન સાધવાની કામગીરીમાં અર્થભેદ સાધવાની ભૂમિકા ભજવે છે. દા.ત..,

'' રેતીમાં પગલાંની હાર સુંદર દેખાય છે,
તેમ રેતીમાં બગલાંની હાર સુંદર દેખાય છે''

ભારતનું એક માત્ર પોર્ટલ નવ ભાષામાં ઉપલબ્ધ છે. જેમાં ગુજરાતી વેબદુનિયામાં આપ મેળવી શકો છો, સમાચાર જગત, સમાચાર - રાષ્ટ્રિય, આંતરરાષ્ટ્રિય, સ્થાનિક, વ્યાપાર, ક્રિકેટ, આરોગ્ય, સોંદર્ય, વ્યંજન, શાકાહારી, માસાહારી, મિથાઇ, સાહિત્ય, કાવ્ય, વાર્તા, બાળ જગત, મિત્રતા દિવસ, રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિવસ, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુ, ફેંગસૂઇ, ચોઘડીયા, ટૈંરો, ધર્મ, હિંદુ, શિખ, જૈન, ઇસ્લામ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, ધર્મ યાત્રા, મનોરંજન, બોલીહુડ, ગુજરાતી સિનેમા, સમાચાર/ગપસપ, નવી ફિલ્મો, ફિલ્મ સમિક્ષા, કલાકારોની પ્રોફાઇલ, સંત્તા-બંત્તા, સ્ત્રી-પુરૂષ, વધુ જોક્સ, બાળકો, પર્યટન, ગુજરાત દર્શન વગેરે વગેરે..

હવે વેબદુનિયાની જાહેરાત ઘરે-ઘરે પફોચી ગઇ છે, વેબદુનિયાની અવાજ, આપણી પોતાની ભાષામાં મિઠાઇ અને સ્વાદની સાથે.

આપણી માતૃભાષામાં, આપણી પોતાની બોલીમાં વાત કરવાનું કેટલું સહેલું હોય છે. એક ભાષા જે બાળક, નાનપણ થી શીખે છે અને સાંભળે છે, આપણા પરિવારમાં આપણી ગુજરાતી ભાષામાં જ બોલીએ છે ત્યારે કેટલું મીઠું લાગે છે, તેવીજ રીતે હવે ઇંટરનેટની દુનિયામાં પણ આપણી આજ સ્વીટ ભાષાનો ઉપયોગ થઇ શકશે... છે ને ગુડ ન્યુઝ !!

આખો દેશ આ યાત્રામાં હમારી સાથે છે. તમે પણ આ સફરમાં અમારી સાથે ચાલો અને અંગ્રેજીને કહો બાઇ-બાઇ... એમ પણ આપણે ગુજરાતીઓને તો પહેલાથી જ અંગ્રેજી સાથે 30નો આંકડો રહ્યો છે. હવે વિદેશમાં બેઠેલા આપણા ગુજરાતી ભાઇઓ પણ આપણી ગુજરાતી માટીની મહેક અને સુગંધ આપણી પોતાની ભાષામાં લઇ શકશે. એટલે જ વેબદુનિયા કહે છે કે જેટલી જલ્દી આપણી વાળી પર આવી જાય તેટલું સારૂ...

Share this Story:

Follow Webdunia gujarati