જો તમે હંમેશા જવાન રહેવા માંગતાં હોય તો તેના માટે તમારે તમારી લાઈફ સ્ટાઈલની અંદર થોડોક બદલાવ લાવવો જોઈએ. એક નવું પુસ્તક કહે છે કે જવાન બની રહેવા માટે જીવનમાં થોડીક મસ્તી કરો, ડાંસ કરો, વાઈન પીઓ અને ચોકલેટ ખાઓ.
સેંટ લુઈસ યૂનિવર્સિટીના ગેરિએટ્રિક મેડિસીન વિભાગના ડાયરેક્ટર જોન મોરેલે જીવનની અંદર જોશ જાળવી રાખવા માટે અને હંમેશા ખુશ મિજાજ જવાન બની રહેવા માટેના 10 સ્ટેપ પોતાના નવા પુસ્તક ધ સાયંસ ઓફ સ્ટીંગ યંગમાં લખ્યાં છે. 10 સ્ટેપના આ પ્રોગ્રામમાં એવું કહેવામાં આવ્યું છે કે કેવી રીતે પોતાની લાઈફ સ્ટાઈલની અંદર બદલાવ લાવીને ચુસ્ત-તંદુરસ્ત રહી શકો છો. મોર્કલે કહે છે કે ઉંમરભર સ્વસ્થ્ય અને પ્રસન્ન બની રહેવું તે જીવવનની સૌથી મોંઘી ગીફ્ટ છે.
તેઓ કહે છે કે તેમણે જીવનની અંદર થોડોક બદલાવ લાવવાના નુસખા આપ્યા છે જેની અંદર સારા અને હેલ્થી જમવાનો પણ સમાવેશ છે. જેવી રીતે ડાર્ક ચોકલેટ, વાઈન પીવું, સામાજીક બન્યાં રહેવું અને થોડીક હલકી એક્સરસાઈઝનો પણ સમાવેશ છે. આ એવી વાતો છે જે દરેક માણસ પોતાની જીવનશૈલીમાં અપનાવી શકે છે. આ નાની નાની વાતો જ માણસને જવાન બની રહેવા માટે મદદ કરી શકે છે. આ સિવાય હંમેશા ખુશ રહેવું અને બીજાની સાથે જલ્દી મળી જવું તે પણ આમાં ઘણી સહાયતા કરે છે.
મોરલે પોતાના પુસ્તકમાં લખે છે કે જે વધતી ઉંમરને રોકવા માંગે છે તેને એસપીએફ લાઈફ જીવવી જોઈએ. એસપીએફ એટલે કે સ્પોંટેનીયસ ફિજીકલ ફન. આનો અર્થ છે સ્ફૂર્તિદાયક મનોરંજન.