ઇ-બે ઇંડિયા (મુખ્યત્વે Baazee.com) ભારત દેશમાં ઓનલાઇન માર્કેટમાં સૌથી આગળ છે. આ એકજ એવું માર્કેટ બજાર છે જ્યાં દરેક વ્યક્તિ તમામ વસ્તુની ખરીદી કરી શકે છે અને તેમજ ટ્રેડીંગ બજાર સૌથી વધુ ઉપયોગ કરી શકે છે. આ માટે ઇ-બે ઇંડિયા દરેક વ્યક્તિને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે, તેમાં પણ ચોક્ક્સ પ્રાઇસ અને વ્યક્તિ થી વ્યક્તિને ટ્રેડીંગ માટે ક્લાસીફાઇડ મોડેલસ ઊભું કરે છે. દેશના 670 શહેરોમાંથી 20 લાખ નોંધાયેલા યુઝર્સ ઇ-બે ઇંડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. આ જ કારણે ઇ-બે ઇંડિયા વિવિધ રેંજની 2000 વસ્તુઓ દરરોજ વેચે છે.
ઇ-બે ઇંડિયા વિશેની ખાસ હકિકતો અહીં આપની સામે રજુ કરવામાં આવી છે. ઇ-બે ઇંડિયાની ઓનલાઇન ખરીદી કરનારા ગ્રાહકો કેવી રીતે અને કેટલા ગ્રાહકો દરરોજ ખરીદી કરે છે તેની માહિતી અહીં આપવામાં આવી છે.
* ઈ-બે ઈંડિયા (પૂર્વમાં બાજી ડોટ કોમ દ્વારા પ્રસિધ્ધ) ભારતમાં ખુબ જ ઝડપી વધી રહેલા ઓન લાઈન બઝારની અંદર ઈ-બે તમારો સો ટકા સહાયક છે.
* ઈ-બે ઈંડિયાના વીસ લાખ યુઝર્સ છે. આ યુઝર્સ ભારતના લગભગ 670 શહેરોમાંથી આવે છે.
* ઈ-બે ઈંડિયા તમારા ઉત્પાદકોને વેચવા માટે ત્રણ પ્રકારની સેવાઓ પ્રદાન કરે છે- લીલામી, નિયત-દર અને વિજ્ઞાપન (વાસ્તવિક સંપત્તિ અને સેવાઓ માટે)
* ઈ-બે ઈંડિયા ઓનલાઈન 83 % વિવિધ વસ્તુઓને ખરીદીની સુવિધા પ્રદાન કરે છે- આ રીતે ઓનલાઈન પૈસા ચુકવવાનો એક સુરક્ષિત રસ્તો છે જે ક્રેડિટ કાર્ડસ અને ઓનલાઈન બૈકિંગને સક્ષમ બનાવે છે.
* હજારો વિક્રેતા રોજના ઈ-બે ઈંડિયા પર 2,000 પ્રકારના ઉત્પાદકોનું વેચાણ કરે છે.
* લગભગ 12,800 વિક્રેતા ઈ-બે ઈંડિયાને આવકનો પ્રાથમિક કે દ્વિતિયક માધ્યમના રૂપથી ઉપયોગ કરે છે. (સ્ત્રોત : એસી નાઈલસેન ઈંટરનેશનલ રિચર્સ, જુન 2006)
ઈ-બે ઈંડિયા પર રોજના સરેરાશે -
* દરેક 7 મિનિટે એક આભુષણ વેચાય છે
* દરેક 13 મિનિટે એક કપડુ વેચાય છે.
* દરેક 14 મિનિટે એક પુસ્તક વેચાય છે.
* દરેક 15 મિનિટે એક મોબાઈલ સેટ વેચાય છે.
* દરેક 18 મિનિટે એક સ્ટોરેજ ડિવાઈસ કે ડ્રાઈવ વેચાય છે.
* દરેક 19 મિનિટે એક સિક્કો કે નોટ વેચાય છે.
* દરેક 24 મિનિટે એક સ્ટેમ્પ વેચાય છે.
* દરેક 26 મિનિટે એક એમપીથ્રી પ્લેયર વેચાય છે.
* દરેક 33 મિનિટે એક ઘડિયાળ વેચાય છે.
* દરેક 44 મિનિટે એક પીસી ગેમ વેચાય છે.
* દરેક 47 મિનિટે એક ડિજીટલ કેમેરો વેચાય છે.
* દરેક 97 મિનિટે એક રમકડું વેચાય છે.
* દરેક 104 મિનિટે એક વીસીડી વેચાય છે.
* દરેક 106 મિનિટે એક લેપટોપ વેચાય છે.