Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દિગ્ગજ અભિનેત્રી કુમકુમનુ 86 વર્ષની વયે નિધન

દિગ્ગજ અભિનેત્રી કુમકુમનુ 86 વર્ષની વયે નિધન
મુંબઈ : , મંગળવાર, 28 જુલાઈ 2020 (23:40 IST)
બોલીવુડ માટે મંગળવારનો દિવસ એક વધુ ખરાબ સમાચાર લઈને આવ્યો. વીતેલા જમાનાની જાણીતી અભિનેત્રી કુમકુમનુ 86ની વયે નિધન થઈ ગયુ 

 
1954-1973 સમયની પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી કુમકુમનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. લાંબા સમયથી બિમાર ચાલી રહેલી આ અભિનેત્રીએ પોતાના કારકિર્દી (Career)દરમિયાન લગભગ 115 ફિલ્મોમાં પોતાનું યોગદાન (Contributed to 115 films) આપ્યુ હતું. તેમની 1957માં આવેલી ‘મધર ઈન્ડિયા’ (Mother India) ફિલ્મમાં અભિનય કર્યો હતો. 1964માં આવેલી મિસ્ટર એક્સ ઈન બોમ્બે (Mr. X in Bombay) ફિલ્મ, સન ઓફ ઈન્ડિયા (son of India) 1962, ઉજાલા, નયા દૌર, શ્રી માન ફંટુસ, એક સપેરા એક લુટેરા, રાજા ઔર રંક, આંખે 1968, કોહિનુર (Kohinoor) જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી ફિલ્મ ચાહકોનાં હ્રદયમાં સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. કિશોર કુમાર (Kishor Kumar) સાથેની તેમની જોડી તે સમયની લોકપ્રિય જોડી હતી.
 
નસિર ખાને જોની વોકર અને કુમકુમનો થ્રોબેક ફોટો શેર કર્યો અને લખ્યું – ગયા યુગની ફિલ્મ અભિનેત્રી કુમકુમ આન્ટીનું નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. તેમણે ઘણી ફિલ્મો, ગીતો અને ડાન્સ કર્યા. તેમણે પાપા જોની વોકરની ઓપોઝીટ ઘણી ફિલ્મો પણ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ નોંધાવી FIR