Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હવે પ્લેનમાં યાત્રા કરવી પડશે મોંઘી, 30 ટકા સુધી વઘ્યુ ઘરેલુ વિમાન સેવાઓનુ ભાડુ, જાણો હવે કેટલી થશે ટિકિટની કિમંત

હવે પ્લેનમાં યાત્રા કરવી પડશે મોંઘી, 30 ટકા સુધી વઘ્યુ ઘરેલુ વિમાન સેવાઓનુ ભાડુ, જાણો હવે કેટલી થશે ટિકિટની કિમંત
, ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2021 (19:48 IST)
દેશમાં ઘરેલુ વિમાનનુ ભાડુ 30 ટકા સુધી વધી ગયુ છે. સરકારે જુદા જુદા રૂટ માટે નક્કી કરેલ ફ્લાઈટનુ પ્રાઈસ બૈંડ પણ  વધારી દીધુ છે. બીજી બાજુ એયર લાઈન કંપનીઓ પર પ્રી-કોવિદ લેવલના મુકાબલે અધિકતમ 80 ટકા ક્ષમતાની સીમાને 31 માર્ચ 2021 સુધી માટે વધારી દીધી છે. 
 
સરકારના આદેશ મુજબ હવે ઘરેલું વિમાનોમાં મુસાફરી કરતા તમારા ખિસ્સા પર વધુ ભાર પડશે. એરલાઇન્સના ન્યૂનતમ ભાડામાં 10 ટકાનો અને મહત્તમ ભાડામાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નવા પ્રાઈસ બૈંડ અનુસાર, દિલ્હી-મુંબઇ રૂટ પર ઇકોનોમી ક્લાસમાં વન-વે ભાડા હવે 3,900-13,000 રૂપિયાની રેન્જમાં હશે. અગાઉ તે 3,500-10,000 રૂપિયાની રેન્જમાં હતા. જો કે આમાં એરપોર્ટ યુઝર ડેવલપમેન્ટ ફી, પેસેન્જર સેફ્ટી ફી (ડોમેસ્ટિક રૂટ પર 150 રૂપિયા) અને GST શામેલ નથી.
 
 
ઉલ્લેખનીય છે કે 
 
2020 માં  ઉડ્ડયન મંત્રાલયે ઘરેલુ વિમાનને સાત વર્ગોમાં વહેંચી દીધા હતા.  જેના હેઠળ 40 મિનિટ, 40-60 મિનિટ, 60-90 મિનિટ, 90-120 મિનિટ, 120-150 મિનિટ, 150-180 મિનિટ, 180-210 મિનિટની યાત્રાના સમયગાળાના આધારે ભાડા નક્કી કરવામાં આવ્યા.
 
આવો જાણીએ કે વર્તમાનમાં તમને કોણે કેટલી આપવી પડશે ટિકિટની કિમંત... 
 
40 મિનિટની ફ્લાઇટ યાત્રા : જૂની ટિકિટની કિંમત 2000 થી 6000 રૂપિયા સુધીની છે. પરંતુ હવે આ કિંમત 2200 થી વધીને 7800 રૂપિયા થઈ ગઈ છે. આ યાદીમાં દિલ્હીથી ચંદીગઢ, ગોવાથી મુંબઇ, મેંગ્લોરથી બેંગ્લોર અને શ્રીનગરથી જમ્મુ સુધીની ફ્લાઈટ શામેલ છે.
 
40-60 મિનિટ ફ્લાઇટની યાત્રા : જૂની ટિકિટની કિંમત 2500-7500 રૂપિયા સુધીની હતી. પરંતુ હવે આ કિંમત 2800 થી વધીને 9800 રૂપિયા થઈ ગઈ છે. આ યાદીમાં અમદાવાદથી ભોપાલ, લેહથી દિલ્હી, હૈદરાબાદથી મુંબઇ અને દિલ્હીથી શ્રીનગર સુધીની ફ્લાઈટ શામેલ છે.
 
 
60- 90 મિનિટની ફ્લાઇટ યાત્રા: જૂની ટિકિટની કિંમત 3000 થી 9000 રૂપિયા સુધીની છે. પરંતુ હવે આ કિંમત 3300 થી વધીને 11700 રૂપિયા થઈ ગઈ છે. આ યાદીમાં બેંગ્લોરથી મુંબઇ, કોલકાતાથી લખનૌ, પટનાથી દિલ્હી અને ચેન્નઈથી કોલકાતા સુધીની ફ્લાઈટ શામેલ છે.
 
90-120 મિનિટ ફ્લાઇટની યાત્રા : જૂની ટિકિટની કિંમત 3500 થી 10 હજાર રૂપિયા સુધીની છે. પરંતુ હવે આ કિંમત 3900 થી વધીને 13 હજાર રૂપિયા થઈ ગઈ છે. આ સૂચિમાં દિલ્હીથી મુંબઇ, ચેન્નઇથી મુંબઇ, પોર્ટ બ્લેરથી ચેન્નઈ અને જયપુરથી વારાણસી સુધીની ફ્લાઇટનો સમાવેશ થાય છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક ક્લિકમાં જુઓ ગાંધીનગર, માણસા, દેહગામ, કલોલ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી, કોને મળી તક