Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Maharashtra - NCP એ કોંગ્રેસ પર ફોડ્યુ ઠીકરુ, અજીત પવાર બોલ્યા - અમારી તરફથી કોઈ મોડુ નહી

Maharashtra - NCP એ કોંગ્રેસ પર ફોડ્યુ ઠીકરુ, અજીત પવાર બોલ્યા - અમારી તરફથી કોઈ મોડુ નહી
, મંગળવાર, 12 નવેમ્બર 2019 (10:00 IST)
રાઉતે મળવા હોસ્પિટલ પહોંચ્યા શરદ પવાર - મહરાષ્ટ્રમાં રાજકારણીય ખેચતાણ વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવાર સંજય રાઉતને મળવા હોસ્પિટલ પહોંચ્યા છે. સોમવારે બપોરે સંજય રાઉતની તબિયત બગડી ગઈ હતી જ્યારબાદ તેમને મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
 
અજિત પવારે કોંગ્રેસ પર દોષ ઠાલવ્યો - એનસીપી નેતા અજિત પવારે  કહ્યુ છે કે ગઈકાલે અમે આખો દિવસ કોંગ્રેસના સમર્થન પત્રની રાહ જોઈ કારણ કે કોંગ્રેસ વગર અમારા સમર્થનનો કોઈ મતલબ નથી. અજિત પવારે એ પણ કહ્ય કે સ્થાયી સરકાર આપવા માટે કોંગ્રેસે આવવુ જોઈએ.  અજિતે એ પણ સ્પષ્ટ કર્યુ કે અમારી તરફથી કોઈ મોડુ થયુ નથી.  પવારે કહ્યુ કે અમે કોંગેસ સાથે વાત કરીશુ અને રાજ્યપાલ પાસે વધુ સમય માંગવાના પ્રયત્ન કરીશુ. 
 
NCPએ આ મામલે કહ્યું કે રાજ્યપાલે અમને ત્રીજી મોટી પાર્ટી તરીકે રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યુ છે. અમે અમારી ગઠબંધન પાર્ટી સાથે વાત કરીને આના પર નિર્ણય લેશુ, આજે રાત્રે 8:30 સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા શિવસેનાએ રાજ્યપાલ પાસે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે અને દાવો રજૂ કરવા માટે બે દિવસનો સમય માંગ્યો હતો. જોકે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આનો ઇનકાર કરી દીધો હતો. આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે સહિતના શિવસેના નેતાઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુસ્લિમ મહિલાઓ સાથે ચીનની ગંદી હરકત, પારકા પુરૂષો સાથે સુવા માટે કરાવાય રહ્યુ છે દબાણ