Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા માંગે છે કેન્દ્ર સરકાર, સંજય રાઉતે વોટિંગ પહેલા સરકાર પર સાધ્યુ નિશાન

Webdunia
मंगलवार, 19 नवंबर 2024 (12:09 IST)
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે વોટિંગ થવાનુ છે. રાજ્યની બધી 288 વિધાનસભા સીટો પર એક સાથે વોટિંગ થશે. આ પહેલા ચૂંટણી પ્રચારનો દોર સમાપ્ત થઈ ગયો. બીજી બાજુ શિવસેનાના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. સંજય રાઉતે કહ્યુ કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા માંગે છે. આ સાથે જ તેમણે કહ્યુ કે આ લડાઈ મહારાષ્ટ્રને ગુજરાતીઓના અતિક્રમણથી બચાવવાનુ છે. તેમણે ગુજરાત અને દિલ્હીથી મોકલવામાં આવેલા બીજેપી કાર્યકર્તાઓનો ઉલ્લેખ કરતા કહ્યુ કે આ લોકો ચૂંટણીને પ્રભાવિત કરશે. 
 
ચૂંટણીને પ્રભાવિત કરશે બીજેપી કાર્યકર્તા
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ થવા જઈ રહેલા વિધાનસભા ચૂંટણી પહેલા સંજય રાઉતે કેન્દ્ર સરકાર અને બીજેપીપર જોરદાર નિશાન સાધ્યુ છે.  સંજય રાઉતે કહ્યુ કે આવતીકાલે થવા જઈ રહેલ મહારાષ્ટ્ર ચૂંટણીને ગુજરાત અને દિલ્હીથી મોકલવામાં આવેલા બીજેપી કાર્યકર્તા પ્રભાવિત કરશે. તેમને મહારાષ્ટ્રના સોલાપુરમાં મીડિયા કર્મીઓ સાથે વાત કરતા આ વાત કરી. બીજી બાજુ સંજય રાઉતે બીજેપી નેતા પંકજા મુંડેના નિવેદનનો હવાલો આપતા કહ્યુ કે હવે મહારાષ્ટ્રમાં અદાણી પછી બાકી ગુજરાતીઓનુ અતિક્રમણ વધશે. આ જ કરવાના ઈરાદાથી કાર્યકર્તા ગોઠવવામાં આવ્યા છે. 
 
મહારાષ્ટ્રને ગુજરાતીઓના અતિક્રમણથી બચાવવાની લડાઈ 
શિવસેના નેતા સંજય રાઉતે આગળ કહ્યુ કે મુંબઈમાં દરેક બૂથ પર 90 હજાર ગુજરાતી લોકો રહેશે. કારણ કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા માંગે છે. તેમણે કહ્યુ એક પહેલા અદાણી આવ્યા છે, પછી બાકી ગુજરાતીઓનુ પણ અતિક્રમણ વધશે. આ જે લડાઈ છે તે મહારાષ્ટ્રને ગુજરાતીઓના અતિક્રમણથી બચાવવાની લડાઈ છે. સંજય રાઉતે કહ્યુ કે સત્તા તો આવતી-જતી રહે છે. અમે લડીશુ અને જીતીશુ પણ, કોઈ કશુ પણ કહે. 
 
20 નવેમ્બરે થશે મતદાન 
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શનિવારે જ મતદાન થવાનુ છે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયો છે. બીજી બાજુ વોટિંગ પહેલા સંજય રાઉતે આ  નિવેદન આપ્યુ છે અને તેમણે કેન્દ્ર સરકારની સાથે સાથે  બીજેપી પર આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે વોટિંગ પછી મતોની ગણતરી 23 નવેમ્બર ના રોજ થ શે અને આ દિવસે પરિણામ  પણ જાહેર કરી દેવામાં આવશે. 

Related News

આગળનો લેખ
Show comments