ગુજરાતમાં પણ બળવાખોર નેતાઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે માથાનો દુખાવો બની રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ટિકિટ ન મળવાથી નારાજ થઈને પાર્ટીના ઓછામાં ઓછા એક વર્તમાન ધારાસભ્ય અને ચાર પૂર્વ ધારાસભ્યોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની ધમકી આપી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. ભાજપે અત્યાર સુધીમાં કુલ 182 વિધાનસભા મતવિસ્તારોમાંથી 166 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
પક્ષના કેટલાક અસંતુષ્ટ નેતાઓએ કહ્યું છે કે તેઓ તેમના સમર્થકો સાથે ચર્ચા કર્યા પછી આગળનું પગલું લેશે, પરંતુ ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાએ નાંદોદ (ST અનામત) બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ઉલ્લેખનીય છે કે હર્ષદ વસાવા ભાજપના ગુજરાત એકમના અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ છે અને તેમણે 2002 થી 2007 અને 2007 થી 2012 દરમિયાન અગાઉની રાજપીપળા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક હાલમાં કોંગ્રેસ પાસે છે. ભાજપે આ બેઠક પરથી ડો.દર્શન દેશમુખને મેદાનમાં ઉતાર્યા છે. આ જાહેરાતથી નારાજ હર્ષદ વસાવાએ ભાજપમાંથી પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી નાંદોદ બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ઉમેદવારી પત્ર ભર્યા બાદ હર્ષદ વસાવાએ પત્રકારોને જણાવ્યું હતું કે અહી અસલી ભાજપ છે અને નકલી ભાજપ છે. અમે એવા લોકોને ખુલ્લા પાડીશું જેમણે પ્રતિબદ્ધ કાર્યકરોને બાજુ પર રાખ્યા છે અને નવા આવનારાઓને મુખ્ય હોદ્દા આપ્યા છે. મેં મારું રાજીનામું પાર્ટીને મોકલી દીધું છે. આ વિસ્તારના લોકો જાણે છે કે મેં 2002 થી 2012 વચ્ચે ધારાસભ્ય તરીકે કેટલું કામ કર્યું છે.
પડોશી વડોદરા જિલ્લામાં એક વર્તમાન અને ભાજપના બે પૂર્વ ધારાસભ્યોને ટિકિટ ન અપાતા પક્ષથી નારાજ છે. વાઘોડિયાના છ વખતના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ટિકિટ ન આપ્યા બાદ કહ્યું હતું કે જો તેમના સમર્થકો ઈચ્છે તો તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે. ભાજપે આ બેઠક પરથી અશ્વિન પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
વડોદરા જિલ્લાની પાદરા બેઠક પરથી ભાજપના અન્ય પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાએ પણ કહ્યું છે કે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. આ બેઠક પરથી ભાજપે ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે. આ બેઠક પર કોંગ્રેસનો કબજો છે. કરજણમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલને ટિકિટ આપવાના નિર્ણયથી નારાજ છે.
પરિસ્થિતિને સંભાળવા માટે, ભાજપના પ્રદેશ એકમના મહાસચિવ ભાર્ગવ ભટ્ટ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શનિવારે વડોદરાની મુલાકાત લીધી હતી અને પાર્ટીના સ્થાનિક કાર્યકરોને મળ્યા હતા. ભટ્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડોદરાની તમામ બેઠકો ભાજપ જીતશે.
ગુજરાત ચૂંટણે પહેલાં ભાજપમાં બગાવત? 5 નેતાઓએ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની આપી ધમકી

દરમિયાન, જૂનાગઢની કેશોદ બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ શનિવારે જાહેરાત કરી હતી કે પક્ષે વર્તમાન ધારાસભ્ય દેવભાઈ માલમને ટિકિટ આપી હોવાથી તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.