Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

નાસાનો ડરામણો રિપોર્ટ: ગ્લેશિયર પીગળતાં અડધુ ગુજરાત પાણીમાં ડૂબી જશે,ગ્લોબલ વોર્મિંગને અસર

નાસાનો ડરામણો રિપોર્ટ: ગ્લેશિયર પીગળતાં અડધુ ગુજરાત પાણીમાં ડૂબી જશે,ગ્લોબલ વોર્મિંગને અસર
, બુધવાર, 11 ઑગસ્ટ 2021 (08:28 IST)
ધરતીનું તાપમાન વધવાથી ભારતમાં કેવી તબાહી મચશે, તેની આશંકા અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પોતાના એક રિપોર્ટમાં વ્યક્ત કરી છે. આ રિપોર્ટ લગભગ 80 વર્ષ પછી એટલે 2100 સુધીની તસવીર બતાવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સમુદ્રનું જળસ્તર વધવાથી ભારતના 12 તટીય વિસ્તરો 3 ફૂટ સુધી પાણીમાં ડૂબી જશે. આમ સતત ગરમી વધતાં ધ્રૂવો પર જામેલો બરફ પીગળવાથી થશે. 
 
તેની અસર ભારતના મોરમુગાઓ, ઓખા, કંડલા, ભાવનગર મુંબઇ, મેંગ્લોર, ચેન્નઇ, વિશાખાપટ્ટનમ, તૂતીકોરન, કોચ્ચિ, પારાદીપ અને પશ્વિમ બંગાળના કિડરોપોર તટીય વિસ્તાર પર પડશે. એવામાં ભવિષ્યમાં આ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોએ આ જગ્યા છોડવી પડશે.  
 
જોકે નાસાએ એક સી લેવલ પ્રોજેક્ટ ટૂ બનાવ્યું છે. તેનાથી સમુદ્રી તટો પર આવનાર આપદાથી સમય જતાં રહેતા લોકોને નિકળવાની અને જરૂરી વ્યવસ્થામાં મદદ મળશે. આ ઓનલાઇન ટૂલ દ્વારા કોઇ પણ ભવિષ્યમાં આવનાર આપદા એટલે કે વધતા જતા સમુદ્રી જળસ્તર વિશે જાણી શકાશે. 
 
નાસાએ ઇન્ટર ગવર્નમેંટલ પેનલ ઓફ ક્લાઇમેંટ ચેંજના રિપોર્ટનો હવલો આપતાં કહ્યું કે ઘણા શહેરો સમુદ્રમાં ડૂબી જવાની ચેતાવણી આપી છે. ઇન્ટર ગવર્નમેંટલ પેનલ ઓફ ક્લાઇમેંટ ચેંજની છઠ્ઠી અસેસમેંટ રિપોર્ટ છે. તેને 9 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી હતી. આ રિપોર્ટ ક્લાઇમેટ સિસ્ટમ અને ક્લામેંટ ચેંજની સ્થિતિને સારી રીતે સામે રાખે છે. 
 
ઇન્ટર ગવર્નમેંટલ પેનલ ઓફ ક્લાઇમેંટ ચેંજ 1988 થી વૈશ્વિક સ્તર પર ક્લાઇમેંટ ચેંજનું આકલન કરી રહી છે. આ પેનલ દર 5 થી 7 વર્ષમાં દુનિયાભરમાં પર્યાવરણની સ્થિતિનો રિપોર્ટ આપે છે. રિપોર્ટ ખૂબ જ ભયાનક સ્થિતિ તરફ ઇશારો કરે છે. 
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2100 સુધી દુનિયાનું તાપમાન ખૂબ વધી જશે. લોકોને ભયાનક ગરમી સહન કરવી પડશે. કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણ રોકવામાં નહી આવે તો તાપમાનમાં સરેરાશ 4.4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આગામી બે દાયકામાં તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જશે. આ પ્રકારે ઝડપથી પારો ચઢશે તો ગ્લેશિયર પણ પીગળશે. તેનું પાણી મેદાની અને સમુદ્રી વિસ્તારોમાં તબાહી લઇને આવશે. 
 
નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સનને કહ્યું કે સી લેવલ પ્રોજેક્શન ટૂલ દુનિયાભરના નેતાઓ અને વૈજ્ઞાનિકોએ જણાવતાં કહ્યું કે આ પૂરતું છે કે આગામી સદી સુધી આપણા ઘણા દેશોની જમીન ઓછી થઇ જશે. સમુદ્રી જળસ્તર એટલું ઝડપથી વધી જશે કે તેને સંભાળવું મુશ્કેલ થઇ જશે. તેનું ઉદાહરણ બધા સામે છે. ઘણા દ્રીપ ડૂબી ચૂક્યા છે. ઘણા અન્ય દ્રીપોને સમુદ્ર ગળી ગયો છે. 
 
ગ્લોબલ વોર્મિંગની અસર 
ભારત સહિત એશિયાના મહાદ્વીપ પર પણ ઉંડો પ્રભાવ જોવા મળી શકે છે. હિમાલયી ક્ષેત્રમાં ગ્લેશિયરથી બનેલા સરોવર વારંવાર ફાટવાથી નીચલા તટીય વિસ્તારોમાં પૂર ઉપરાંત ઘણી અસરો વેઠવી પડશે. દેશમાં આગામી દાયકાઓમાં વાર્ષિક સરેરાશ વરસાદમાં વધારો થશે. ખાસકરીને દક્ષિણી પ્રદેશોમાં દર વર્ષે ખૂબ વરસાદ થઇ શકે છે. 
 
તાપમાનમાં ઝડપથી થઇ રહ્યો છે વધારો
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માણસની દરમિયાનગિરીના લીધે જે પ્રકારે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. તેનાથી ધરતી પર દબાણ બની રહ્યું છે. ગત 2000 વર્ષમાં જે ફેરફાર થયા છે, તે આશ્વર્યજનક છે. 1750 બાદ ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન ઝડપથી વધ્યું છે. 2019 માં પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું લેવલ અત્યાર સુધી સૌથી વધુ નોંધવામાં આવ્યું 
 
બીજી ગ્રીનહાઉસ ગેસો જેમ કે મીથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ 2019 માં એટલી વધી ગઇ, જેટલી ગત 80 લાખ વર્ષમાં વધી નથી. 1970 ના દાયકાથી ધરતી ગરમ થવાનો દર ઝડપથી વધી રહ્યો છે. ગત 2000 વર્ષમાં તાપમાન એટલું વધ્યું નથી, જેટલું ગત 50 વર્ષમાં વધી રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જો તમારી પાસે છે 1 Rs ની આ નોટ, તો રાતો રાત બની શકો લખપતિ: જાણો કેવી રીતે